November 24, 2024

સોના-ચાંદીના ભાવમાં વધારો, ઓલટાઈમ હાઈની સપાટીએ પહોંચ્યા

Increase in gold prices: અમેરિકાથી બુલિયન માર્કેટ માટે સારા સમાચાર આવી રહ્યા છે. આજે ગુરૂવારે સોના અને ચાંદીના ભાવમાં 1000 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. અમેરિકી ફેડ રિઝર્વ 2024ના અંત સુધીમાં 3 વખત વ્યાજમાં ઘટાડો કરે છે. જેના કારણે MCXમાં પણ સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. MCX પર સોનાના ભાવમાં 979 રૂપિયાની મજબુતી જોવા મળી છે. જેના કારણે 10 ગ્રામ સોનાના ભાવ 66,701 પર પહોંચ્યા છે. કારોબારના શરૂઆતમાં સોનું 66,778 પર ચાલી રહ્યું હતું. જે અત્યાર સુધીનો સૌથી મોંઘો ભાવ છે. તો બીજી તરફ ચાંદીમાં પણ 1130 રુપિયાનો વધારો થયો છે. ચાંદી 76,445 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે. જે બજારની શરૂઆતમાં 78,323 રુપિયા સુધી પહોંચ્યું હતું. ચાંદી પણ આજે તેના ઓલટાઈમ હાઈ લેવલ પર 79,566 પ્રતિ કિલોના ભાવે ચાલી રહ્યું છે.

કોમેક્સ પર શું સ્થિતિ છે?
COMEX પર સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. COMEX પર સોનું 2200 ડોલર પ્રતિ ઓન ઉપર ટ્રેડ કરી રહ્યું હતું. જે શરૂઆતના વેપારમાં 2224 ડોલર સુધી પણ પહોંચી ગયું હતું. આ સોનાનો દર એક નવો ઓલ ટાઈમ હાઈ છે. ચાંદી પણ 3%ની મજબૂતાઈ સાથે રેકોર્ડ હાઈ પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: તહેવારો પહેલાં 1200 રુપિયા સસ્તું થયું સોનું

બુલિયન માર્કેટમાં ઉત્સાહનું મુખ્ય કારણ ફેડ પોલિસીમાં રેટમાં કપાત અંગેનું માર્ગદર્શન છે. આ અંતર્ગત કહેવામાં આવ્યું છે કે 2024ના અંત સુધીમાં વ્યાજ દરોમાં 3 વખત કપાત કરવામાં આવશે. તેના કારણે 10 વર્ષના સરકારી બોન્ડ યીલ્ડ અને ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો થયો છે.

ડોલર ઇન્ડેક્સ ઘટ્યો
બીજી તરફ બુધવારે ફેડરલ રિઝર્વના નિર્ણય બાદ ડૉલર ઇન્ડેક્સમાં તીવ્ર ઘટાડો થયો હતો. જેને કારણે કોમોડિટીના ભાવમાં મદદ મળી હતી. પોવેલે યુએસ અર્થતંત્રમાં મજબૂતાઈનો પણ સંકેત આપ્યો હતો. જે તેલની માંગ માટે સકારાત્મક દૃષ્ટિકોણ છે. મેમાં સમાપ્ત થનાર બ્રેન્ટ ઓઈલ ફ્યુચર્સ 0.5% વધીને 86.41 ડોલર પ્રતિ બેરલ થઈ ગયા છે, જ્યારે WTI ક્રૂડ ફ્યુચર્સ 0.5% વધીને 81.15 ડોલર પ્રતિ બેરલ થયા.