May 10, 2024

Google Doodleએ લોકોને વોટ આપવાની કરી અપીલ

અમદાવાદ: લોકસભાની ચૂંટણીનું આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે ગૂગલે પણ ડૂડલ બનાવ્યું છે. જેમાં સર્ચ એન્જિન ગૂગલ પણ આ અવસર પર મતદારોને મત આપવા માટે પ્રેરિત કરી રહ્યું છે. તમે ડૂડલ પર ક્લિક કરો છો તો તમને લોકસભા ચૂંટણીને લઈને તમામ માહિતી મળી રહી છે.

બીજા તબક્કાનું મતદાન
લોકસભા ચૂંટણીનું આજે બીજા બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ લોકશાહીના ઉત્સવમાં ગુગલે લોકોને મત આપવા માટે પ્રેરિત કરવા ખાસ ડૂડલ તૈયાર કર્યું છે. આ ગૂગલ ડૂડલ તમને હોમ પેજ પર જોવા મળી જશે. લોકસભા ચૂંટણી 2024ના પહેલા તબક્કામાં પણ ગૂગલે ક્રિએટિવ ડૂડલ બનાવીને લોકોને મત આપવા માટે પ્રેરિત કર્યા હતા. ગુગલે જે ડૂડલ બનાવ્યું છે. તેમાં જોઈ શકાય છે કે તર્જની જોવા મળી રહી છે. જેના પર વાદળી કલર પણ જોવા મળી રહ્યો છે. વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં સહભાગી બનવા માટે ખાસ અપીલ કરી રહ્યું છે.

આ પણ વાંચો: વોટર હેલ્પલાઇન એપમાં સેકન્ડમાં આ રીતે જાણો તમારું મતદાન મથક

13 રાજ્યોમાં 88 બેઠકો પર મતદાન
ગૂગલ દ્વારા ખાસ પ્રસંગોએ ડૂડલ્સ બનાવે છે. તેનો હેતુ તે ખાસ દિવસ અથવા કોઈ ખાસ વસ્તુ વિશે માહિતી આપવાનો છે. દેશના 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન આજે છે. જેમાં 1.67 લાખ મતદાન મથકો તૈયાર કરાયા છે. એક અંદાજ મુજબ બીજા તબક્કામાં 16 કરોડ મતદારો છે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે.