June 30, 2024

JEE એડવાન્સ 2024ના પરિણામો જાહેર, Gujaratના 7 વિદ્યાર્થીઓને મળ્યું સ્થાન

મીહિર સોની, અમદાવાદ: JEE એડવાન્સ 2024ના પરિણામો જાહેર થયું છે. જેમાં ગુજરાતના 7 વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા રેન્ક 100 માં સ્થાન મેળવ્યું છે ત્યારે અમદાવાદના એક વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું છે. નોંધનીય છે કે ટોપ 10 માં રાજકોટના એક વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું છે.

દેશભરની 23 આઈઆઈટીમાં પ્રવેશ માટે JEE ની પરીક્ષા લેવાય છે. જેમાં 13 લાખ વિદ્યાર્થીઓએ JEE મેઈન્સ પરીક્ષા આપી હતી તેમાંથી 1.80 લાખ વિદ્યાર્થીઓ JEE એડવાન્સ માટે અપિયર થયા હતા. જેમાંથી રાજકોટના 4 અને અમદાવાદના 2 વિદ્યાર્થીઓ ટોપ 100 માં સ્થાન મેળવ્યું છે. અમદાવાદના મૃગાંક ગોઇલ નામના વિદ્યાર્થીએ 66મો રેન્ક મેળવ્યો છે અને અમદાવાદના ઐશ્વર્ય વર્માએ ઓલ ઇન્ડિયા રેન્ક 472 મો મેળવ્યો છે જ્યારે કેટેગરીમાં ઓલ ઇન્ડિયાનો 6ઠ્ઠો રેન્ક મેળવ્યો છે.

આ પણ વાંચો: લો બોલો! ભડુલામાં બે દિવસ પહેલા પોલીસે સીઝ કરેલો કાર્બોસેલનો જથ્થો ચોરી થઇ ગયો

કેટેગરીમાં ઓલ ઇન્ડિયાનો 6ઠ્ઠો રેન્ક મેળવનાર એશ્વર્ય વર્માએ જણાવ્યું હચું કે 3 વર્ષ મહેનત કરી હતી અને 3 વર્ષની તૈયારીને કારણે સારું પરિણામ મળ્યું છે. જેમા મારા શિક્ષકે પણ મહેનત કરી છે. IIT બોમ્બેથી કોમ્પ્યુટર સાયન્સ કરવું સપનું સાકાર થયું છે. જેમાં મને એડમિશન મળી જશે.

નોંધનીય છે કે ગુજરાતના 14,800 વિદ્યાર્થીઓએ JEE એડવાન્સની પરીક્ષા આપી હતી. દેશભરની 23 આઇઆઇટીની 15,000થી વધુ સીટ માટે 48,000 જેટલા વિદ્યાર્થીઓ કવોલિફાય થયા છે. આ વિદ્યાર્થી ઓ IIM, સ્ટાર્ટઅપ,UPSC મથી એક ફિલ્ડમાં આગળ વધી શકે છે..