November 22, 2024

ગુજરાતની 5 બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, જાણો કઈ સીટ પર ક્યારે મતદાન યોજાશે

gujarat assembly 5 seat by elections date and all details

ફાઇલ તસવીર

અમદાવાદઃ લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં ફેઝ-3માં 7મી મેના દિવસે મતદાન યોજવામાં આવશે. ત્યારે આ સાથે જ ગુજરાતની પાંચ બેઠક પર પેટાચૂંટણી પણ યોજવામાં આવશે. ગુજરાત વિધાનસભાની વિજાપુર, વાઘોડિયા, માણવદર, પોરબંદર, ખંભાત બેઠક પર પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવશે. જે ફેઝ 3માં લોકસભા ચૂંટણી સાથે જ યોજાશે.

લોકસભા ચૂંટણી 2024 સાત તબક્કામાં યોજાશે

  • પ્રથમ તબક્કો: 19 એપ્રિલ
  • બીજો તબક્કો: 26 એપ્રિલ
  • ત્રીજો તબક્કો: 7 મે
  • ચોથો તબક્કો : 13 મે
  • પાંચમો તબક્કો : 20 મે
  • છઠ્ઠો તબક્કો : 25 મે
  • સાતમો તબક્કો: 1 જૂન

ગુજરાતમાં 7મી તારીખે લોકસભા ચૂંટણીનું મતદાન
18મી લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ચૂંટણી આયોગે પ્રેસ કોન્ફરન્સમાં 13મી મે  તારીખ જાહેર કરી છે. 24મી જૂને 17મી લોકસભાનો કાર્યકાળ પૂરો થાય છે. લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજવામાં આવશે. ફેઝ 1માં 21 રાજ્યો, બીજા ફેઝમાં 13 રાજ્યો, ત્રીજા ફેઝમાં 12 રાજ્યો, ફેઝ 4માં 10 રાજ્યો, ફેઝ 5માં 8, ફેઝ 6માં 7 રાજ્યો અને સાતમાં ફેઝમાં 8 રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન યોજાશે. ગુજરાતમાં પણ ત્રીજા ફેઝમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે, તારીખ જાહેર થતાંની સાથે જ હવે સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, 4થી જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ યોજાશે.