વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ 2535 કરોડની જોગવાઈ, જાણો તમામ જાહેરાત

Gujarat Budget 2025: નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં આજે વર્ષ 2025-26 માટે બજેટ રજૂ કર્યું હતું. તેમાં દરેક વિભાગની જાહેરાત કરવામાં આવી છે. આવો જાણીએ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે શું જાહેરાત કરવામાં આવી છે.
ભારત સરકાર દ્વારા ભારતનેટ ફેઝ-3 માટે ગુજરાત પસંદ કરાયેલું પ્રથમ રાજ્ય છે. આ યોજના અંતર્ગત 14 હજારથી વધુ ગ્રામ પંચાયતોને સુદૃઢ કનેક્ટિવિટી દ્વારા વિવિધ સેવાઓનો સીધો લાભ મળી રહ્યો છે.
સમગ્ર રાજ્યમાં ભૂકંપની પ્રારંભિક ચેતવણી પ્રણાલીના વિકાસ માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.
સાયન્સ સિટી ખાતે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી, હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી, એવિએશન એન્ડ ડિફેન્સ ગેલેરી, સાયન્સ એક્સપ્લોરેશન ઝોન, ડિજિટલ ફ્યુચર ગેલેરી જેવા વિવિધ આકર્ષણોના નિર્માણ કાર્ય પ્રગતિમાં છે.
ધોલેરા(SIR) અને સાણંદ ખાતે માળખાકીય સુવિધા પૂરી પાડવાનું આયોજન છે.
ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા બાયોટેકનોલોજી આધારિત ઉકેલ શોધવા માટે ફ્લેગશિપ કાર્યક્રમ માટે 3 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.