Gujarat Budget 2025: આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ રૂપિયા 5120 કરોડની જોગવાઇ

Gujarat Budget 2025: અંત્યોદયની વિચારધારાને વરેલી અમારી સરકાર, વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે. વનબંધુ કલ્યાણ યોજના-2 અંતર્ગત વર્ષ 2021-22માં આગામી પાંચ વર્ષમાં 1 લાખ કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત માર્ચ 2025ના અંત સુધીમાં 69,880 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. આ વર્ષે અંદાજિત 30,121 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. મને જણાવતાં આનંદ થાય છે કે આ ફાળવણી સાથે આપણે 1 લાખ કરોડનો લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે.

  • સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે 912 કરોડની જોગવાઇ.
  • અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આપવા 755 કરોડની જોગવાઇ.

    664 આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતાં અંદાજે 1 લાખ વિધાર્થીઓ માટે 547 કરોડની જોગવાઇ.

  • 176 સરકારી છાત્રાલયો અને 921 ગ્રાન્ટ ઈન એઇડ છાત્રાલયોના અંદાજિત 70 હજાર વિદ્યાર્થીઓ માટે 313 કરોડની જોગવાઇ.
  • દૂધ સંજીવની યોજના અંતર્ગત 233 કરોડની જોગવાઇ.

રાજ્યમાં 48 એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ, 43 ગર્લ્સ લીટરસી રેસિડેન્શીયલ સ્કૂલ, બે સૈનિક સ્કૂલ તથા 74 આદર્શ નિવાસી શાળાઓ એમ કુલ 167 નિવાસી શાળાઓ કાર્યરત છે. જેનો વ્યાપ વધારતા આ વર્ષે ડોલવણ, ખેરગામ, નેત્રંગ અને સંજેલી ખાતે 4 નવી એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ શરૂ કરવામાં આવશે. આમ આ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 40 હજાર વિદ્યાર્થીઓ માટે અને નવી શરૂ થનાર સ્કૂલો માટે કુલ 285 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

  • પ્રિ મેટ્રીકના આશરે 13 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા 160 કરોડની જોગવાઇ કરાઈ છે.

    ધો.1થી 8માં અભ્યાસ કરતાં અંદાજે 12 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 108 કરોડની જોગવાઇ.

  • વિદ્યા સાધના યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી 33 હજાર આદિજાતિ વિદ્યાર્થિનીઓને વિના મૂલ્યે સાયકલ આપવા 15 કરોડની જોગવાઇ.
  • મુખ્યમંત્રી આદિમજુથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ 125 કરોડની જોગવાઇ.
  • મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના હેઠળ 102 કરોડની જોગવાઇ.
  • મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ 100 કરોડની જોગવાઇ.
  • સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ 87 કરોડની જોગવાઇ.
  • કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે 42 કરોડની જોગવાઇ.
  • આદિજાતિ વિસ્તારની નિવાસી શાળાઓમાં ગ્રીન કેમ્પસ બનાવવા 7 કરોડની જોગવાઇ.
  • આદિજાતિના લોકોને વ્યક્તિગત ધોરણે આવાસ સહાય માટે 99 કરોડની જોગવાઇ.
  • યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત આદિજાતિના યુવક-યુવતીઓ સ્વરોજગાર શરૂ કરી આર્થિક વિકાસની નવી તકો ઊભી કરે તે હેતુથી બેન્ક ધિરાણ પર વ્યાજ સહાય આપવા માટે 74 કરોડની જોગવાઇ.