ભૂપેન્દ્ર પટેલે બજેટ અંગે કહ્યુ – ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરનારા રોડમેપ સમાન
અમદાવાદઃ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024-25 લોકસભામાં રજૂ કર્યું હતું. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પોસ્ટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે તેમણે આ બજેટને ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરનારા રોડમેપ સમાન ગણાવ્યું છે.
તેમણે એક્સ પોસ્ટમાં લખ્યુ છે કે, ‘માનનીય કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ રજૂ કરેલું કેન્દ્રીય બજેટ 2024-25 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરનારા રોડમેપ સમાન છે. ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનાવવાની દિશામાં આ બજેટ ખૂબ મહત્ત્વનું સાબિત થશે.’
માનનીય કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ રજૂ કરેલું કેન્દ્રીય બજેટ 2024-25 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરનારા રોડમેપ સમાન છે. ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનાવવાની દિશામાં આ બજેટ ખૂબ મહત્ત્વનું સાબિત થશે.
મોદી… pic.twitter.com/tdu2aKUlCw
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 23, 2024
તેમણે વધુમાં લખ્યું છે કે, ‘મોદી સરકાર 3.0નું આ પ્રથમ બજેટ NDA એ લોકસભા ચૂંટણીમાં આપેલા વચનોને નિભાવીને ભારતના 140 કરોડ નાગરિકોની આશાઓ- અપેક્ષાઓ અને સપનાઓની પરિપૂર્તિ કરનારું છે. ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ (GYAN)ના સામર્થ્યને ઉજાગર કરતી વિવિધ યોજનાઓ આ બજેટમાં રજૂ કરવામાં આવી છે.’
તેમણે કહ્યુ છે કે, ‘આ પ્રગતિશીલ બજેટ આપવા બદલ માનનીય પ્રધાનમંત્રીશ્રીને તેમજ સતત સાતમી વાર દેશના વિકાસને વેગવંતુ બનાવતું બજેટ રજૂ કરવા બદલ માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીને હાર્દિક અભિનંદન.’