March 1, 2025

ગુજરાત શિક્ષણ વિભાગનો વિદ્યાર્થીઓનાં હિતમાં મોટો નિર્ણય, જાણો કઈ મોટી જાહેરાત કરી

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓનાં હિતમાં મોટો નિર્ણય લીધો છે. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની ભૌતિક વિજ્ઞાન વિષયની પરીક્ષામાં થયેલી મૂંઝવણને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિષયના પેપરમાં સામાન્ય વિદ્યાર્થીઓએ મૂંઝવણમાં દ્રષ્ટિહિન વિદ્યાર્થીઓનાં પ્રશ્નોના જવાબ લખી નાંખ્યા હતા. ત્યારે હવે બોર્ડે તેમને આ પ્રશ્નોના માર્ક્સ આપવાનો નિર્ણય લીધો છે.

મહત્વનું છે કે, ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે અલગથી પ્રશ્ન પૂછતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. ત્યારે સામાન્ય વિદ્યાર્થીઓએ મૂંઝવણમાં દ્રષ્ટિહિન વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નનાં જવાબ આપી દીધા હતા. ત્યારે આ મામલે વાલીઓએ બોર્ડને રજૂઆત કરી હતી. ત્યારબાદ બોર્ડે આ મામલે ચર્ચા-વિચારણા કરી આખરે વિદ્યાર્થીઓને માર્ક્સ આપવાનો નિર્ણય લીધો છે.