July 1, 2024

ગાંધીનગર વસાહત મંડળ દ્વારા ગુજરાત સ્થાપના દિનની કરાઈ ઉજવણી

મલ્હાર વોરા, ગાંધીનગર: પહેલી મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈમાંથી અલગ થઈને ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. આજના દિવસે દરેક ગુજરાતી માટે એક કર્મનો દિવસ હોય છે. ગુજરાતના સ્થાપના દિવસની ઈતિહાસની વાત કરીએ તો ભારતની આઝાદી બાદ વર્ષ 1947માં સરકારે દેશના પશ્ચિમ ભાગમાં રજવાડાઓને એક વાત કરીને ત્રણેય રાજ્યો સૌરાષ્ટ્ર કચ્છ અને મુંબઈ રાજ્યની સ્થાપના કરી હતી.

વર્ષ 1965માં બોમ્બે રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં ઉમેરવામાં આવ્યાં હતા. જેને બૃહદ મુંબઈ રાજ્યના માપવામાં આવ્યું હતું. આ નવા રાજ્યમાં ઉત્તર વિસ્તારમાં ગુજરાતી ભાષા બોલાતી હતી તેનું દક્ષિણ વિસ્તારમાં મરાઠી ભાષા બોલાતી હતી, પરંતુ 1 મે 1960ના રોજ બૃહદ રાજ્યના બે ભાગલા પાડવામાં આવ્યા હતાં. આ સમયે મુંબઈમાંથી ગુજરાત રાજ્યની સ્થાપના માટે અલગ અલગ રજૂઆતો કરવામાં આવી હતી, જો આ બધા વચ્ચે મહાગુજરાત આંદોલનને આ દિશામાં ખુબ મહત્વનું સાબિત થયું હતું. તેમજ મહાગુજરાત આંદોલન અને મરાઠી રાજ્યની માંગણીઓ બાદ 1 મેના રોજ બૃહદ મુંબઈથી ગુજરાત રાજ્ય અલગ બનીને અસ્તિત્વમાં આવ્યું હતું.

1 મેના રોજ રાજ્યના પાટનગર એવા ગાંધીનગરના ઘ 5 સર્કલ ખાતે આવેલા રવિ શંકર મહારાજ ની પ્રતિમા ને ફૂલ હાર કરવામાં આવ્યા હતા. ગાંધીનગર વસાહત મંડળના આગેવાનોએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની સ્થાપના સમાજ સુધારક પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી. આ ઉપરાંત મહાગુજરાત આંદોલનના પ્રણેતા એવા ઇન્દુલાલ યાજ્ઞિક માર્ગ ચાલેલા આંદોલન થકી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. જેના કારણે 1 મેના રોજ આ બંને મહાનુભવોનું યાદ કરીને તેને પુષ્પાંજલિ કરવામાં આવે છે આ ઉપરાંત ગાંધીનગર વસાહત મંડળના આગેવાનોએ સરકાર સમક્ષ આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, 1 મેની ઉજવણી રાજ્ય સરકાર દ્વારા કરવી જોઈએ પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ દિવસની ઉજવણી ના કરાતા અંતે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આ દિનની ઉજવણી કરવામાં આવી છે.

બીજી તરફ ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ પણ આ દિલની ઉજવણી કરવા માટે ઘ 5 સર્કલ ખાતે આવેલી રવિશંકર મહારાજની પ્રતિમાને વંદન કરીને પુષ્પાંજલિ કરીને તેમના આશીર્વાદ લીધા હતા, જોકે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટા પટેલે જણાવ્યું હતું કે ગુજરાતીઓ માટે આજનો દિવસ ગૌરવનો દિવસ માનવામાં આવે છે. 1960માં મહારાષ્ટ્ર રાજ્યથી અલગ થઇને ગુજરાત રાજ્યએ આજે વિશ્વ કક્ષાએ પોતાની નામના અને ઓળખ ઊભી કરી છે.