July 2, 2024

ગુજરાતે લોન્ચ કરી સિનેમેટિક પોલિસી, ફિલ્મ ઈન્ડસ્ટ્રીને થશે ફાયદો

Gujarat Cm

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની પહેલી સિનેમેટિક ટૂરિઝમ પોલિસી 2022થી 2027ને લોન્ચ કરી છે.  આ પ્રસંગે પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી, પ્રવાશન રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે અજય દેવગણ પર ઉપસ્થિત રહ્યા હતા. આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં બોલિવૂડ અને હોલિવૂડ ફિલ્મોના શૂટિંગ અને તેની સાથે જોડાયેલી ઈન્ડસ્ટ્રીનો વિકાસ કરવાનો છે.

આ પોલિસી બાદ ફિલ્મ પ્રોડક્શન, સ્ટૂડિયોના પ્રાથમિક ઢાંચા અને એક્ટિંગ સ્કૂલો માટે 1,022 કરોડ રૂપિયા માટે ઘણા MOU કરવામાં આવ્યા છે. આ અંગે જાણકારી આપતા ગુજરાત ટૂરિઝમ સેક્રેટરી હરિત શુક્લાએ કહ્યું કે, આ નીતિ અંતર્ગત ટૂરિઝમ ડિપાર્ટમેન્ટમાં હોટલોમાં ફિલ્મના ક્રૂને 50 ટકા જેટલી છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત સિંગલ વિંડો ક્લીયરેન્સ સિસ્ટમ પર પણ કામ થઈ રહ્યું છે. જેના કારણે ગુજરાતમાં પણ હવે બોલિવૂડ અને હોલિવૂડ ફિલ્મોનું શૂટિંગ સરળતાથી થઈ શકે.

મહત્વનું છેકે, આ પોલિસી અંતર્ગત ગુજરાત સરકાર 2024માં 69માં ફિલ્મફેર એવોર્ડની મેજબાની કરવા માટે વર્લ્ડવાઈડ મીડિયાની સાથે કરાર કર્યો છે. જેને લઈને ગુજરાતી કલાકારોની સાથે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો ઉત્સાહીત છે.

સરકારે ગુજરાતમાં રહેલી સંભાવનાઓ વિશે વાત કરતા જણાવ્યું કે, ગુજરાતમાં સુંદર રણથી લઈને જંગલો, ઐતિહાસિક સ્મારકોથી લઈને સમૃદ્ધ સાંસ્કૃતિક વૈવિદ્યતા આવેલી છે. હાલ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સટીક જગ્યાઓ છે. જલ્દી જ ફિલ્મ પ્રોડ્યુસરો માટે બ્લોકબસ્ટર ડેસ્ટિનેશન પણ બની જશે. જેના કારણે આ ઈન્ડસ્ટ્રીને ફાયદો થશે.