May 17, 2024

પતંગ-દોરીના ભાવ આસમાને, ખરીદીમાં તેજી આવે તેવી આશા…

અમદાવાદ :  ગુજરાતના લોકો ઉજવણી કરવા માટે તહેવારોની રાહ જોતા હોય છે પરંતુ ખાસ કરીને રાજ્યમાં ઉત્તરાયણ અને નવરાત્રીના તહેવારમાં લોકો વધારે ઉત્સાહી જોવા મળે છે. હાલ ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષે પતંગરસિયાઓ માટે થોડા માઠા સમાચાર મળી રહ્યાં છે કારણ કે ચાલુ વર્ષે પતંગ-દોરીની કિંમતમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. અન્ય ચીજવસ્તુઓની સાથે સાથે પતંગ-દોરીની કિંમતમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે મોંઘવારી જોવા મળી છે. વેપારીઓનું કહેવું છે કે ચાલુ વર્ષે રોમટીરીયલના ભાવોમાં વધારો નોંધાતા પતંગ-દોરીના ભાવમાં ૧૦થી ૨૦ ટકાનો ભાવ વધારાના કારણે આ વર્ષે પતંગના ભાવમાં ગત વર્ષની તુલનામાં 25થી 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. પતંગ બનાવવા માટેની લાકડી અને કાગળ ભાવના ભાવમાં વધારો થયો સાથે સાથે પતંગ બનાવવાની મજૂરી પણ વધી ગઇ છે. ઉત્તરાયણની ઉજવણી કરવ માટે પતંગરસિયાઓએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર જેમ-જેમ ઉત્તરાયણ નજીક આવશે તેમ-તેમ પતંગ-દોરીની ખરીદીમાં તેજી આવશે તેવી આશા છે.

રિવરફ્રન્ટ ખાતે ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ
અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024 શરુ થઇ ચૂક્યો છે. કાઈટ ફેસ્ટિવલમાં 55 દેશનં 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો તેમજ 12 રાજ્યનાં 68 રાષ્ટ્રીય પતંગબાજો તો ગુજરાતનાં 23 શહેરનાં 856 પતંગબાજોએ ભાગ લીધો છે.  રાજ્ય સરકાર દ્વારા કુલ પાંચ જગ્યાએ પતંગ મહોત્સવનું આયોજન કર્યું છે. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને વડનગરમાં પણ પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે.  આ પતંગ મહોત્સવ તા. 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી ઉત્તરાયણનાં દિવસ સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાઈ રહ્યો છે. બીજી બાજુ ઉત્તરાયણ નજીક આવતા અમદાવાદના પતંગ બજારમાં લોકોની ખરીદી માટે ભીડ જોવા મળે તેવી સંભાવના છે. બીજી બાજુ શહેરના પતંગ રસિકો પતંગ બજારમાં ખરીદી કરવા પહોંચ્યા છે.  ઉત્તરાયણ પહેલાના છેલ્લાં રવિવારે પતંગ રસિકોએ ખરીદી માટે ભારે ભીડ કરી છે. ભાવ વધવાની શક્યતાએ એક સપ્તાહ અગાઉ પતંગ રસિકોએ ખરીદી શરૂ કરી છે.

(ફાઇલ ફોટો)

આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટની ઉડાન, અધધ ફ્લાઈટનો રેકોર્ડ