સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ, ભૂજમાં સૌથી વધુ તાપમાન
અમદાવાદઃ ગુજરાતમાં ગરમીનો પારો ધીરે ધીરે વધી રહ્યો છે. ત્યારે છેલ્લા બે દિવસથી રાજ્યના ઘણાં શહેરોમાં ખૂબ જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આ અંગે આગાહી કરી છે.
રાજ્યમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરી છે કે, ‘આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ત્યારબાદ તાપમાન એકાદ-બે ડિગ્રી વધશે. ત્યારપછી ફરીથી તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે.’
આ પણ વાંચોઃ CR પાટીલનો ચૂંટણી પ્લાન; ‘One Day, One District’ સ્ટ્રેટેજીથી કરશે પ્રચાર
તેમણે વધુમાં જણાવ્યું છે કે, ‘છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન ભૂજમાં નોંધાયું છે. ત્યાં 41.6 ડિગ્રીએ પારો પહોંચ્યો હતો. આ સિવાય અમદાવાદમાં અને ગાંધીનગરમાં પણ 40 ડિગ્રી કરતાં વધારે તાપમાન હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 2 દિવસ સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં ક્યાંક ક્યાંક હિટવેવ થાય તેવી પણ શક્યતા છે. આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં કેટલીક જગ્યાએ ગરમી પડશે. આ ઉપરાંત પવનની દિશા પશ્ચિમમાંથી હશે અને ઝડપ 15થી 20 કિલોમીટરની હશે.’
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સાથે વિકાસ, આતંકવાદનો નાશ થઈ રહ્યો છેઃ અમિત શાહ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઉનાળાની ઋતુની હજુ શરૂઆત જ થઈ રહી છે. ત્યારે ગરમીને કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તેટલું જ નહીં, ભારે ગરમીને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે.