September 17, 2024

7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, ક્યાંક રેડ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ

અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 7 દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને લઈને અમદાવાદ, દાદરા નગર હવેલી, વલસાડ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણેય જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત રાજ્યમાં નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય અરવલ્લી, વડોદરા, ખેડા, છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ અંબાલાલની વધુ એક આગાહી, 17 જુલાઈથી વરસાદી ગતિવિધિ શરૂ થશે

14મી જુલાઈએ નવસારી, વલસાડ, દમણમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પંચમહાલ, નર્મદા, સુરત, ડાંગ, તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

15મી જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, દમણમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નર્મદા, ભરૂચ, તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

16મી જુલાઈએ અતિ ભારે વરસાદની આગાહી સાથે સુરત, ડાંગ, નવસારી, તાપી, દમણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ભારે વરસાદની આગાહી સાથે વડોદરા, છોટા ઉદેપુર, અમદાવાદ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.