September 17, 2024

મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ

અમદાવાદઃ મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટના લોધિકામાં 5 ઇંચ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં 58 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના વેરાવળમાં અને જૂનાગઢના વથલીમાં 4.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તો બનાસકાંઠાના ભાભરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.