પરેશ ધાનાણીની વધુ એક કવિતા, લખ્યું – રાજકોટથી બિસ્તરા-પોટલા…
અમદાવાદઃ એકબાજુ લોકસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ત્યારે બીજી બાજુ ગુજરાતના રાજકારણમાં મુશાયરા જેવો માહોલ છવાઈ ગયો છે. ચૂંટણીની મોસમમાં રાજકીય કવિઓનો દોર ચાલુ કર્યો છે.
"કમલમે થઈ રહ્યો છે કકળાટ"
હાથમાં દુડી, તીડી અને પંજો લઈ
'ત્રણ એકા' સામે તિખારા કરનારા,હવે રાજકોટથી બિસ્તરા પોટલા
ભરવાની તૈયારી કરી રહ્યા છે..?રોષની આંધી હવે રાજ્યના સિમાડા
વટીને રાષ્ટ્ર વ્યાપી બની રહી છે..!#કોંગ્રેસ_ટનાટન_2004નુ_પુનરાવર્તન— Paresh Dhanani (@paresh_dhanani) March 31, 2024
કોંગ્રેસી નેતા પરેશ ધાનાણીએ ફરી કવિતાથી બીજેપી પર નિશાન સાધ્યું છે. તેમણે એક્સ પોસ્ટમાં આ કવિતા પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, ‘હાથમાં દુડી, તીડી અને પંજો લઇ ત્રણ એકા સામે તિખારા કરનારા, રાજકોટથી બિસ્તરા પોટલા ભરવાની તૈયારી કરી રહ્યાં છે?, રોષની આંધી હવે રાજ્યના સિમાડા વટીને રાષ્ટ્ર વ્યાપી બની રહી છે.’
આ કવિતાના માધ્યમથી તેમણે રાજકોટમાં થઈ રહેલા વિવાદને ટાંક્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિયો અંગેના વિવાદાસ્પદ નિવેદનને કારણે રાજકારણ ગરમાયું છે.
"હા પાડીને, હેઠા બેસાડયા"
ભીખુસીંહને ભોઠા પાડ્યા,
રંજનબેનને રડાવીયા,
નારણભાઈની નાડ ઢીલી,
ધડૂકના ઢોલ પીટી નાખ્યા,
રુપાણીને રમતા મુક્યા,
મુંજપરાને મરડી નાખ્યા,
ભારતીબેન ભૂંસાઈ ગયા,
કેસી બની ગયા દેશી,અને મેહાણી કાકાનો તો
કાંટો જ કાઢી નાખ્યો.!#2004નુ_પુનરાવર્તન_પાક્કુ— Paresh Dhanani (@paresh_dhanani) March 27, 2024
આ પહેલાં પણ પરેશ ધાનાણીએ એક કવિતા એક્સ પોસ્ટમાં મૂકી હતી. જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તે પોસ્ટમાં લખ્યુ હતુ કે, ‘ભીખુસીંહને ભોઠા પાડ્યા, રંજનબેનને રડાવીયા, નારણભાઈની નાડ ઢીલી, ધડૂકના ઢોલ પીટી નાખ્યા, રુપાણીને રમતા મુક્યા, મુંજપરાને મરડી નાખ્યા, ભારતીબેન ભૂંસાઈ ગયા, કેસી બની ગયા દેશી, અને મેહાણી કાકાનો તો
કાંટો જ કાઢી નાખ્યો.!’