ગુજરાત પરથી ચક્રવાતનો ખતરો સંપૂર્ણ ટળ્યો, આવતીકાલે ભારે વરસાદઃ હવામાન વિભાગ
અમદાવાદઃ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. ચક્રવાત નલિયાથી 360 કિલોમીટર આગળ વધી ગયું છે. એટલે ગુજરાત પર હવે તેની કોઈ અસર નહીં થાય. આજે વરસાદનું જોર ઘટ્યું છે. વરસાદને લઈને આજના દિવસ અંતે કોઈ એલર્ટ નથી.
તેમણએ વધુમાં કહ્યું છે કે, ‘આવતીકાલે રાજ્યમાં ફરી વરસાદ શરુ થશે. 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આજે છૂટાછવાયાં વરસાદની શક્યતા છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.’
તેમણે જણાવ્યું છે કે, ‘બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા છે. ગઈકાલે બનેલા ચક્રવાત જેવાં ખૂબ ઓછા બનતા હોય છે. આજ દીન સુઘી આવી સિસ્ટમ માત્ર 3 વખત બની છે. આ પહેલાં 1944 ઝારખંડ નજીક, 1976 ઓડિસા નજીક અને 1986 દક્ષિણ ગુજરાતમાં આવી સિસ્ટમ બની હતી.’