November 25, 2024

હવામાન વિભાગની નવી આગાહી, હાલમાં 3 સિસ્ટમ સક્રિય

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસું જામી ગયું છે. ત્યારે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જેમાં હાલ 3 સિસ્ટમ સક્રિય હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફ શોર ટર્ફ સિસ્ટમ પણ રાજ્યમાં સક્રિય છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદિપ શર્મા આ મામલે જણાવતા કહે છે કે, ‘રાજ્યમાં આગામી 5 દિવસ સુધી કોઈપણ જગ્યાએ રેડ એલર્ટ નહીં. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે સામાન્ય વરસાદ રહેશે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

15મી જુલાઈએ ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, વડોદરા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

16મી જુલાઈએ ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, વડોદરા, આણંદ, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, ખેડા, મોરબી, જામનગર, દ્વારકામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

17મી જુલાઈએ નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ એલર્ટ તો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

18મી જુલાઈએ નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, ભાવનગર, મહેસાણા, ખેડા, રાજકોટ, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.