July 2, 2024

રાજ્યની RTO કચેરી AI ટેકનોલોજીથી સજ્જ થશે, જુઓ કેવી હશે સિસ્ટમ

મલ્હાર વોરા, ગાંધીનગરઃ રાજ્યની મોટાભાગની RTO કચેરીમાં છાસવારે ડ્રાઇવિંગ ટેસ્ટનો ટ્રેક બંધ અવસ્થામાં જોવા મળી રહ્યો છે. વારંવાર ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ હોવાના કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત અરજદારોને સમયસર લાયસન્સ પણ મળતું નથી અને અરજદારોને વારંવાર આરટીઓ કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે હવે રાજ્યની તમામ નવી આરટીઓ કચેરીમાં રહેલા ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકને અપગ્રેડ કરીને નવી ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે. તેના કારણે અરજદારોને હાલાકીનો સામનો કરવો પડશે નહીં.

રાજ્યની 38 જેટલી આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટે ગ્રાઉન્ડ સેન્સર બેઝ્ડ ટેકનોલોજી વિકસાવવામાં આવી હતી. આ ટેકનોલોજી વર્ષ 2014માં રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં પ્રસ્થાપિત કરીને વાહનચાલકોના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની પરીક્ષા લેવાતી હતી. પરંતુ હવે આ ટેકનોલોજીને 10 વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે, જેના કારણે રાજ્યની RTO કચેરીને વધુ ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર રાજ્યની 38 જેટલી RTO કચેરીમાં વીડિયો એનાલિટેક્નોલોજી એટલે કે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરશે. આ નવી ટેકનોલોજીમાં દરેક વાહનની મૂવમેન્ટ કેપ્ચર થશે. હાલ આ ટેક્નોલોજી દિલ્હી, પૂણે, ચંદીગઢ જેવા શહેરોમાં આવેલી RTO કચેરીમાં કાર્યરત છે. જો કે, લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકારે એક કંપનીની પસંદગી કરીને તેને કામગીરી આપી છે. પરંતુ આદર્શ આચારસંહિતાના કારણે ન થતા હાલ આ કામગીરી અટકાઈ છે.

આ પણ વાંચોઃ કમોસમી વરસાદે ખેડૂતોને રોવડાવ્યાં, પપૈયાનો પાક બરબાદ થયો

આરટીઓ કચેરીમાં નવી ટેકનોલોજી કેવી હશે?
1. એવરેજ સ્પીડ નક્કી કરશે
2. સ્ટાન્ડર્ડ ડાયરેક્શન ફોલો થાય છે કે નહીં
3. ફોરવર્ડ અને રિવર્સ મૂવમેન્ટની સંખ્યા
4. ટેસ્ટ દરમિયાન સ્ટોપેજની સંખ્યા નક્કી થશે
5. ટેસ્ટ સમયસર પૂર્ણ થાય છે કે નહીં તેની ખરાઈ થશે
6. કર્બ હિટ્સની સંખ્યા
7. દરેક ટ્રેક પાસે 12થી 13 કેમેરા લગાવશે

હાલ રાજ્યની 38 જેટલી RTO કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ગ્રાઉન્ડ સેન્સર્સ બેઝ્ડ ટેકનોલોજી ઉપયોગમાં લેવામાં આવી રહી છે. પરંતુ આ ટેકનોલોજીમાં અવારનવાર ખામીના કારણે વાહન તાલુકો નપાસ થતા વધુ જોવા મળે છે. ગ્રાઉન્ડમાં રહેલા સેન્સર્સ બગડી જાય તો પણ ટ્રેકની કામગીરી બંધ જોવા મળે છે. ટેસ્ટમાં એન્ટ્રી બાદ અધવચ્ચેથી શરૂઆત બંધ થઈ જાય તો પણ અરજદાર નાપાસ ગણીને તેને ફરી ટેસ્ટ આપવા માટે બોલાવવામાં આવે છે.

આ નવી ટેકનોલોજી આવનારા દિવસોમાં વાહનચાલકોને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવામાં ખૂબ જ ફાયદાકાર ટેકનોલોજીમાં કેમેરા આધારિત ડ્રાઇવિંગ સ્કિલ એસેસમેન્ટ સિસ્ટમ છે. એટલે કે ઓછામાં ઓછા માનવ હસ્તક્ષેપ વગર ડ્રાઇવિંગ કુશળતાને ચકાસવા માટે સક્ષમ બનાવવામાં આવશે. આ સમગ્ર ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વીડિયો એનાલિટી ટેક્નોલોજીથી સજ્જ રહેશે. નિકાલ સમગ્ર પાથ ફોલો કરે છે કે, નહીં તે આ ટેકનોલોજીથી ડિટેક્ટ થશે. એક ટ્રેક પર 17થી 18 કેમેરા લગાડવામાં આવશે. આ ટેક્નોલોજી રાજ્યના દરેક આરટીઓમાં ઓપરેટ થશે અને આ નવી ટેકનોલોજીનો RTO વિભાગમાં કામ કરતા તમામ કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવશે.