November 5, 2024

ગુજરાતમાં શિયાળાની શરૂઆત, મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું

અમદાવાદઃ ચોમાસાની ઋતુ આખરે પૂરી થઈ ગઈ છે અને હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં શિયાળાની શરૂઆતના એંધાણ વર્તાઈ રહ્યા છે. છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનનો પારો ખાસ્સો ગગડ્યો છે.

મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન સામાન્ય તાપમાનની નજીક પહોંચ્યું છે. અમદાવાદ સહિતના જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડતા હવે ઠંડીની અસર વર્તાઈ રહી છે. કારતક માસ ચાલુ થતાં જ રાજ્યમાં ઠંડીની શરૂઆત થતી હોય છે. ત્યારે હવામાન વિભાગે પણ નવેમ્બર માસથી ઠંડીની શરૂઆત થશે તેવી
માહિતી આપી હતી.