હવામાન વિભાગની મોટી આગાહી, 10-11 એપ્રિલે આ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકશે
અમદાવાદઃ છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. ત્યારે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. હવામાન વિભાગે ધોમધખતા તડકા વચ્ચે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય થશે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહી કરતા જણાવ્યુ છે કે, ‘રાજ્યમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદ પડશે. આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. ત્યારબાદ 10મી એપ્રિલથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 10 અને 11 એપ્રિલના રોજ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી રહે તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ રાજનીતિના બે વિરોધી ધુરંધરો મળ્યા ‘ને કેન્દ્રમાં પહેલીવાર NDAની સરકાર બની
અમુક જિલ્લામાં કમોસમી વરસાદ પડશે
હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં 10 અને 11 એપ્રિલના રોજ કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસે તેવી આશંકા વ્યક્ત કરી છે. 10 એપ્રિલના રોજ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે. જ્યારે 11 એપ્રિલના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં સામાન્ય વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદી માહોલ બાદ રાજ્યમાં ફરી તાપમાનનો પારો ઉંચકાશે.’