February 2, 2025

હરા ભરા કબાબ આ રીતે બનાવો ઘરે, ટેસ્ટમાં લાગશે લાજવાબ

Hara Bhara Kabab: શિયાળાની સિઝન ચાલી રહી છે. આપણે આ સમયે અલગ અલગ પ્રકારની વાનગીઓ ખાવાનું મન થાય છે. ત્યારે અમે તમારા માટે કબાબની રેસીપી લઈને આવ્યા છે. હરા ભરા કબાબ ઘરે બનાવવા સરળ તો નથી જ પરંતુ અમે તમને જે રેસીપી જણાવીશું તેની મદદથી તમે સરળ રીતે બનાવી શકો છો. આવો જાણીએ કેવી રીતે બનાવશો આ હરા ભરા કબાબ.

સામગ્રી
પાલક, મેથી, બાફેલા બટાકા, વટાણા, કેપ્સિકમ, લીલા મરચાં, છીણેલું આદુ, હળદર, ગરમ મસાલો, એલચી પાવડર , લીલા ધાણા, મીઠું.

આ પણ વાંચો: સારા અલી ખાનને જોવા આવેલા ચાહકો થયા બેકાબૂ , 3 ઘાયલ

હરા ભરા કબાબ રેસીપી
સો પ્રથમ એક પેન તમારે લેવાનું રહેશે. હવે તમારે તેમાં મિક્સરમાં પિસેલા પાલક નાંખવાના રહેશે. હવે તમારે તેમાં લસણ અને કેપ્સિકમ નાંખવાનું રહેશે. આ તમામને સારી રીતે મિક્સ કરી લો. હવે તમારે તેમાં બાફેલા બટાકા, ચીઝ, દહીં,અને મસાલા એડ કરવાના રહેશે. હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી દો. હવે તમારે આ મિશ્રણને તમારે ચપટો આકાર કબાબનો આપવાનો રહેશે. હવે તમારે તેને થોડા ગરમ તેલમાં પકાવવાના રહેશે. તમને ભાવતી કોઈ પણ ચટણી સાથે તેને ખાવ મજા જ પડી જશે.