હરભજન સિંહે MS ધોનીની કરી ટીકા, જાણો શું કહ્યું…
IPL 2024: ગઈ કાલે પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ હતી. આ મેચમાં ચેન્નાઈની ટીમની જીત થઈ હતી. પંજાબ કિંગ્સને 28 રને હાર થઈ હતી. આ મેચમાં ચેન્નાઈની ટીમની જીત સાથે ટોપ 4 માટે પોતાનો દાવો વધુ મજબૂત કર્યો છે. પરંતુ આ વચ્ચે આ મેચમાં પ્ટન એમએસ ધોનીને ખુબ ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે તે પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. લોકોના ટ્રોલીંગની સાથે પૂર્વ ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહે પણ આકરી પ્રતિક્રિયા આપી છે.
હરભજન સિંહે આપી પ્રતિક્રિયા
પંજાબ કિંગ્સ સામે પ્રથમ બેટિંગ ચેન્નાઈની ટીમે કરી હતી. શરૂઆતમાં ચેન્નાઈની ટીમને ઘણી મુશ્કેલીનો સામનો કરવામાં આવ્યો હતો. આ મેચમાં ધોની 9મા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. મિશેલ સેન્ટનર અને શાર્દુલ ઠાકુર ધોનીની ઉપર બેટિંગ કરવા આવ્યા હતા. આવી સ્થિતિમાં હરભજન સિંહે આ વાતને લઈને સવાલો ઉભા કર્યા છે. હરભજને એક મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે જો એમએસ ધોની નવમા નંબર પર બેટિંગ કરવા માંગતો હોય તો તેણે ના રમવું જોઈએ. આ સાથે તેમણે એ પણ કહ્યું કે પ્લેઈંગ ઈલેવનમાં ફાસ્ટ બોલરનો સમાવેશ કરવો વધુ સારું છે. મને સમજાતું નથી કે ધોનીએ આ ભૂલ કેમ કરી હતી. જોકે તેની પરવાનગી વિના કંઈ થતું નથી. હું એ માનવા તૈયાર નથી કે તેને બેટિંગ કરવા માટે અન્ય કોઈએ આ નિર્ણય લીધો હશે.
આ પણ વાંચો: આજે MI અને SRH વચ્ચે રમાશે ‘મહામુકાબલો’
કેવી રહી મેચ?
ધર્મશાલામાં બંને ટીમો વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટ સાથે 167 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 26 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી. પ્રથમ દાવ બાદ જાડેજાએ પંજાબ સામે બીજી ઈનિંગમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. તેણે 20 રનમાં 3 વિકેટ લીધી હતી. ગઈ કાલની મેચમાં જીત સાથે પોઈન્ટ ટેબલમાં નંબર 3 પર પહોંચી ગયું છે. CSKને 11 મેચમાં 6 મેચમાં જીત થઈ છે.