એક ‘ખાસ સમૂહ’ ન્યાયપાલિકાને કરી રહ્યો છે નબળી! 500 દિગ્ગજ વકીલોનો ચંદ્રચૂડને પત્ર
નવી દિલ્હીઃ પીઢ વકીલ હરીશ સાલ્વે સહિત દેશના લગભગ 500 પ્રખ્યાત વકીલોએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને પત્ર લખ્યો છે. પત્રમાં ન્યાયતંત્ર પર અમુક જૂથોના દબાણ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પત્રમાં ન્યાયતંત્રની અખંડિતતાને નબળી પાડવા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે એક વિશેષ જૂથ દેશમાં અદાલતોને નબળી કરવામાં લાગેલું છે.
વધુમાં પત્રમાં લખવામાં આવ્યું છે કે કાયદાનું સમર્થન કરનારા લોકો તરીકે અમને લાગે છે કે અમારી અદાલતો માટે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. આપણે સાથે આવવાની જરૂર છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે છુપાયેલા હુમલાઓ સામે બોલવાની જરૂર છે. તેમ આપણી અદાલતો આપણી લોકશાહીના આધારસ્તંભ તરીકે રહે તેની ખાતરી કરીને આ ગણતરીપૂર્વકના હુમલાઓ સામે સાવચેત રહેવાની જરૂર છે.
આ પણ વાંચો: 10 બોમ્બ સાથે અતીક-અહેમદના ખબરીની ધરપકડ, શાઈસ્તાને લઇને પણ થશે ખુલાસા!
More than 500 prominent lawyers, including Harish Salve, write to CJI DY Chandradchud expressing concern over attempts to undermine the judiciary’s integrity.
The letter reads "as people who work to uphold the law, we think it's time to stand up for our courts. We need to come… pic.twitter.com/iXIIDbgToP
— ANI (@ANI) March 28, 2024
પત્રમાં લખવામાં આવ્યું છે કે અમુક જૂથો અલગ-અલગ રીતે પ્રચાર કરી રહ્યા છે. તેનાથી ન્યાયતંત્રની ગરિમાને નુકસાન થાય છે. આ જૂથો આવા નિવેદનો આપે છે જે સાચા નથી અને તેઓ રાજકીય લાભ માટે આવું કરે છે. રાજકીય વ્યક્તિઓ અને ભ્રષ્ટાચારના મામલામાં દબાણનો ઉપયોગ કરવાના પ્રયાસો કરવામાં આવે છે.