November 22, 2024

રાજકોટમાં કાળઝાળ ગરમીને લઈને આરોગ્ય વિભાગે જાહેર કરી માર્ગદર્શિકા

Rajkot: ગરમીને લઇને હવમાન વિભાગે આગાહી કરી હતી. જ્યારે રાજકોટમાં 39 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. આ વચ્ચે હવે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગ દર્શિકા જાહેર કરાઇ છે. તેમજ લોકોને જરૂર સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર રાજકોટમા ગરમીને લઇને આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમા કહેવામાં આવ્યું છે કે લોકોને જરૂર સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. આ સિવાય આવતીકાલે હિટવેવને ધ્યાને લઇન મતદાન મથક પર પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ લોકોને વહેલી સવારે મોટી સંખ્યામાં ઉમટી મતદાન માટે તંત્રએ અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 6 દિવસ અમદાવાદમાં તાપમાન વધાવાની શક્યતા છે. નોંધનીય છે કે 41 થી 43 ડિગ્રીની વચ્ચે તાપમાન પહોંચી શકે છે. 7 મે એ અમદાવાદ સહિતના જિલ્લામાં ગરમીની શક્યતાઓ વધું છે. સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી, અમદાવાદમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો પોરબંદર, ભાવનગર અને કચ્છમાં આગામી ત્રણ દિવસ હિટવેવની આગાહી કરી છે.