November 25, 2024

રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, અત્યારસુધીમાં સિઝનનો 51% વધુ વરસાદ 

અમદાવાદ: ગત સપ્તાહે જોરદાર ધબધબાટી બોલાવ્યા બાદ છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા શાંત થયા હતા. તો, હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજનો દિવસ ગુજરાતનાં કેટલાંક વિસ્તારો માટે ભારે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તો સાથે સાથે, વધુમાં કહેવામાં આવ્યું છે કે આગામી 5 દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બિકાનેરથી પસાર થતાં મોનસુન ટ્રફને લઈને રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો: AMCના લાઈટ ડિપાર્ટમેન્ટમાં અંધેર રાજ, વિપક્ષના સણસણતા આક્ષેપો

હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વખતે અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય વરસાદ કરતાં 51% વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાત રિજયનમાં 28% વધુ જ્યારે સૌરાષ્ટ્ર તરફ 83% વધુ વરસાદ નોંધાયો છે. આવતી કાલથી વરસાદની સિસ્ટમ ન હોવાને લઈને વરસાદનું જોર ઘટશે.