November 21, 2024

ડાંગ-વલસાડમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી

Dang-Valsad Rain: આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી. જેમાં આદિવાસી વસ્તી ધરાવતા અને ભરપૂર વાણી સંપત્તિ ધરાવતા ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ થયો હતો. તો આજે વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાઈ જતાં વહીવટી તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખૂલી ગઈ હતી.

વલસાડમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

વલસાડ જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટી જોવા મળી હતી. વલસાડ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી શહેરના મુખ્ય છીપવાડ અંદર પાસ અને મોગરવાડી અંડર પણ પાણી ભરાય જવાના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. 40 ગામોને જોડતા છીપવાડ અંડર પાસમાં પાણી ભરાય જવાના કારણે કેટલા વાહનો પણ બંધ થઈ જવા પામ્યા હતા. તો, સાથે સાથે અંડરપાસમાં પાણી ભરાયેલા હોવાના કારણે ક્યાં ગટર છે. વાહનચાલકોને ખબર ન પડતા ગાડી ફરસાઈ જવાની ઘટના પણ બની હતી. તો, અંડર પાસમાં કેટલાક સ્કૂલ વાહનો પણ બંધ થઈ જવા પામ્યા હતા. બંધ થયેલા વાહનોને સ્કૂલના બાળકો દ્વારા ધક્કો મારી બહાર કાઢવામાં આવ્યા હતા.

ડાંગ જિલ્લામાં ફરી એકવાર ધોધમાર વરસાદ

આજે ડાંગ જિલ્લાના લગભગ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. જેમાં, વઘઇ, આહવા, સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ થયો હતો. તો ભારે ઉકળાટ બાદ આજે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
ગઈ હતી. ભારે વરસાદને કારણે વઘઈ, આહવા સહિતના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. તો, આજે ડાંગના વઘઇ શહેરમાં વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. વઘઇમાં તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. વઘઇમાં કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. દુકાનદારોએ સ્વખર્ચે જેસીબી બોલાવી પાણીનો નિકાલ કરવાની ફરજ પડી હતી.