સફેદ વાળને ફરીથી કાળા કરવા માટેનો રામબાણ ઈલાજ
Beauty Tips: પોલ્યુશનમાં વધારો, ખરાબ પાણી, હવાના પ્રદુષણ આ તમામ વસ્તુ આપણા વાળને સીધા અસર કરે છે. જેના કારણે લોકોમાં વાળ ધોળા થવાની સમસ્યા વધતી જઈ રહી છે. નાના બાળકથી લઈને યુવાઓના વાળ પણ આજકાલ સફેદ થઈ રહ્યા છે. વાળ માટે આંબળા ખુબ જ ફાયદાકારક રહે છે. તેમાં વિટામિન-સી હોવાથી વાળને મજબુત અને કાળા બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે. ત્યારે આ સફેદ વાળને કાળા કરવા માટે આંબળાના કેટલાક નુસ્ખાઓ આજે અમે તમને જણાવીશું. જે તમારા માટે રામબાણ સમાન સાબિત થઈ શકે છે.
વાળને કાળા કરવાના ઉપાયો
– આંબળાના નાના નાના ટુકડા કરીને તેને તડકામાં સુકાવો. હવે તેને નાળિયલ તેલમાં ઉકાળો. આંબળા કાળા અને કઠણ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. તૈયાર થયેલું આ તેલ તમારા વાળને સફેદ થતા અટકાવવામાં મદદરૂપ સાબિત થશે.
– એક મોટો ચમચો આંબળાનો રસ, એક ચમચી બદામનું તેલ અથવા કેટલાક ટીપા લીંબુનો રસ ઉમેરીને સારી રીતે મિક્ષ કરો. દરરોજ રાતે આ મિક્ષણથી વાળમાં માલિસ કરો. જેનાથી સફેદ થતા વાળની સંખ્યામાં ઘટાડો આવશે.
– 100 ગ્રામ સુકા આંબળાને લોખંડના વાસણમાં ચાર દિવસ માટે પલાળીને રાખો. હવે તેને પીસીને ઘાટું પેસ્ટ બનાવો. હવે તેને બ્રશ વડે વાળમાં લગાવો. બે કલાક પછી વાળને ધોઈ લો. થોડા જ દિવસોમાં વાળ કાળા થવાનું શરૂ થઈ જશે.
– નાની વયે જો તમારા વાળ સફેદ થઈ ગયા છે તો એક લોખંડના વાસણમાં આંબળાના ચૂર્ણને પલાળીને રાખો. સવારે તેમાં બકરીનું દુધ અને લીંબુનો રસ ઉમેરી નિયમિત રીતે વાળમાં લગાવો.
– આંબળાને બીટના રસમાં પીસીને એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને માથામાં લગાવવાથી વાળ ખરવાની સમસ્યાથી રાહત મળશે. આ ઉપરાંત વાળ વધારે કાળા અને સાઈની થશે. આ પ્રયોગને સતત બે મહિના સુધી કરતા રહો.
– એક કિલો આંબળાનો રસ, એક કિલો દેશી ધી, 250 ગ્રામ મુલેઠી આ ત્રણે વસ્તુને ધીમા તાપે સેકો. ત્રણે વસ્તુમાંથી પાણી સુકાઈ જાય અને તેલ વધે ત્યારે ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો. હવે તેને એક બોતલમાં ભરી લો. હવે આ તેલની દરરોજ માલિશ કરો. જેનાથી વાળ ધીરે ધીરે કાળા થવા લાગશે.