October 24, 2024

અમદાવાદમાં YMCA ક્લબ પાસે ભયાનક અકસ્માત, ડમ્પર ચાલકનું મોત

અમદાવાદ: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે અમદાવાદના એસજી હાઇવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમા રેતી ભરેલું ડમ્પર અને પાઈપ ભરેલ ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ફાયર વિભાગ દ્વારા કટરથી બોડી કાપી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદના એસજી હાઇવે YMCA ક્લબ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં ડમ્પર ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. પોલીસે સોલા સિવિલ ખાતે મૃતદેહ PM ખાતે મોકલી આપ્યો હતો. નોંધનીય છે કે પાઇપો ભરેલ ટ્રકની પાછળ ડમ્પર ઘુસી જતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

જોકે, ફાયર બ્રિગેડે ફસાયેલ ડમ્પર ચાલકનો મૃતદેહ બહાર કાઢ્યો છે અને અમદાવાદ ટ્રાફિક પોલીસે આ અકસ્માત અંગે વધું તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: રાજકોટમાં વિદ્યાર્થીના આપઘાતનો મામલો, નોટિસ ફટકાર્યા બાદ પણ શિક્ષિકા પોલીસ પકડથી દૂર