મુંબઈમાં ભયંકર પાણી ભરાય જાય છે તો લંડનમાં કેમ નહીં? સમજવા જેવી સિસ્ટમ
Mumbai Rain: મુંબઈમાં વરસાદ પડે એટલે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની મુશ્કેલીઓ ઊભી થાય છે. રસ્તા, શેરીઓ અને ચોક તમામ પાણીમાં ડૂબી જાય છે. ઉછળતો અરબી સમુદ્ર મરીન ડ્રાઈવને ભીંજવે છે. પરંતુ પાણી ભરાવાને કારણે મુંબઈની હાર્ટલાઈન એટલે કે લોકલ ટ્રેન અટકી ગઈ હોય એવા અનેક કિસ્સાઓ છે. સ્માર્ટ સિટીની ખરી કામગીરી ચોમાસું સીઝનમાં સપાટી પર આવી જાય છે. અનેક જગ્યાએ પાણીમાં ફસાયેલા વાહનોની તસવીરો પ્રસારિત-પ્રકાશિત થાય છે. વરસાદ પડતા જ ગૂંગળામણ થવા લાગે છે.
લંડનમાં આવું કેમ થતું નથી.
દેશનું પાટનગર ભલે ગમે એટલા આધુનિક સમયમાંથી પસાર થાય. પણ હેરિટેજ સિટી અને વોલ સિટી તરીકે જાણીતા દિલ્હી વિકસિત થયું છે કે નહીં એની ખરી તસવીર ચોમાસું સીઝનમાં સામે આવે છે. મુખ્ય રસ્તાઓને બાદ કરતા મેટ્રોના પિલ્લર સુધી પાણી પહોંચી જાય છે. ખાસ કરીને કોઈ મોટા વિસ્તારમાં આ વસ્તુને લઈને ઘણી પરેશાની ઊભી થાય છે. દિલ્હી અને મુંબઈ બંને ખૂબ જ પ્રાચીન અને અપૂરતી ડ્રેનેજ સિસ્ટમ સાથે સંઘર્ષ કરી રહ્યાં છે. જ્યારે લંડન સિટીમાં આવું નથી.
ડ્રેનેજ નથી એટલે
ભારે વરસાદની સ્થિતિને સંભાળી શકે એવી કોઈ વ્યવસ્થા મુંબઈ કે દિલ્હી પાસે નથી. જેના કારણે પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાય છે. દર વખતે જ્યારે વરસાદ પડે છે ત્યારે ત્રણથી ચાર વખત પાણી ભરાય છે અને પૂર આવે છે. કારણ કે ગટર વ્યવસ્થા કામ કરતી નથી. ગટર મોટી હોય પણ બ્લોકેજને કારણે પાણી બેક મારે ત્યારે ખરી સમસ્યાઓ ઊભી થાય છે. મુંબઈ અને દિલ્હી બંને શહેરોમાં હવે વરસાદી પાણીના સંગ્રહનું કામ શરૂ થઈ ગયું છે. પરંતુ આ વ્યાપક સ્તરે નથી. જ્યારે લંડનમાં આ સિસ્ટમ શરૂઆતથી જ અમલમાં છે. જો આનો અમલ થાય તો શહેર યોગ્ય પ્રમાણમાં પાણીનો બચાવ કરી શકશે. જ્યારે લંડનમાં વરસાદી પાણીને પણ પ્યુરીફાઈ કરવામાં આવે છે.
આ પણ વાંચો: ચોમાસામાં થઈ શકે છે ચામડીનો રોગ, ફંગલ ઈન્ફેક્શન બની શકે માધ્યમ
આવું કરવા જેવું ખરુ
ભારતમાં પણ સરકારી નીતિઓનો અભાવ છે. સરકારે વરસાદી પાણીના સંગ્રહ માટે મોટા પાયે જાગૃતિ અભિયાનો અને પ્રોત્સાહનો આપવાનું આયોજન કરવું જોઈએ. જેથી જેઓ આવા કામ કરવા માગે છે તેમને પ્રોત્સાહન મળે. બિલ્ડીંગોમાં આ સિસ્ટમ લગાવવાથી શહેરમાં વોટર મેનેજમેન્ટ સરળ બનશે. લંડનમાં મહત્તમ સ્થળોએ વરસાદી પાણીના સંગ્રહ પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ટેક્નોલોજી ઇમારતોમાં સામેલ કરવામાં આવી છે. વરસાદી પાણીનો સંગ્રહ કરીને પુનઃઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, લંડનનું મ્યુઝિયમ લો.પર 850 ચોરસ મીટરની ટેરેસ છે. અહીં વરસાદ દરમિયાન 25 હજાર લીટર પાણીનો સંગ્રહ થાય છે. તેનો અર્થ એ કે તે સંગ્રહિત છે. જેનો ઉપયોગ ટોયલેટ ફ્લશિંગ અને સિંચાઈમાં થાય છે.