November 22, 2024

અમેરિકામાં હેલેન વાવાઝોડાનો કહેર, મરનારાઓની સંખ્યા 227ને પાર

America: અમેરિકામાં હેલેન વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. જેના કારણે શનિવારે તબાહીમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 225 થી વધીને 227 થઈ ગઈ છે. આ ભયંકર વાવાઝોડાએ અમેરિકાના દક્ષિણ-પૂર્વમાં ભારે તબાહી મચાવી હતી. જેના કારણે છ રાજ્યોમાં લોકોના મોત થયા છે. વાવાઝોડાના કારણે સર્જાયેલી દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને બહાર કાઢવાનું કામ એક સપ્તાહ કરતાં વધુ સમયથી ચાલી રહ્યું છે. પરંતુ હજુ પણ મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

હરિકેન હેલેન 26 સપ્ટેમ્બરે કિનારે આવ્યું હતું અને ફ્લોરિડાથી ઉત્તર તરફ આગળ વધતાં વ્યાપક વિનાશ સર્જાયો હતો. વાવાઝોડાને કારણે થયેલા ભારે વરસાદને કારણે અનેક મકાનો ધોવાઈ ગયા હતા. અનેક રસ્તાઓ ધરાશાયી થયા હતા અને વીજળી અને મોબાઈલ ફોન સેવા ખોરવાઈ ગઈ હતી. શુક્રવારે તોફાનમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 225 હતી. જ્યારે બીજા દિવસે એટલે કે શનિવારે દક્ષિણ કેરોલિનામાં વધુ બે લોકોના મોત નોંધાયા હતા. જે પછી આ સંખ્યા વધીને 227 થઈ ગઈ હતી.

આ પણ વાંચો: હિંદુઓએ ભાષા, જાતિ સહિતના વિવાદો ખતમ કરીને એક થવું પડશે: મોહન ભાગવત

આ તોફાનમાં કેટલા લોકો ગુમ છે તે હજુ સ્પષ્ટ નથી અને મૃત્યુઆંક હજુ કેટલો વધી શકે છે તેનો અંદાજ પણ લગાવી શકાયો નથી. વાવાઝોડા હેલેન પહેલા 2005માં અમેરિકામાં કટરીના વાવાઝોડું ત્રાટક્યું હતું. તેના કારણે ઘણો વિનાશ પણ થયો હતો. પરંતુ ‘હેલન’ અમેરિકા પર ત્રાટકનાર સૌથી ઘાતક તોફાન કહેવાય છે.

તોફાને અમેરિકાને હચમચાવી નાખ્યું
હેલેન વાવાઝોડાએ અમેરિકાના ઘણા ભાગોમાં વિનાશ સર્જ્યો હતો. આ તોફાન કેટલું ખતરનાક હતું? આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ વાવાઝોડાના કારણે જે તબાહી સર્જાઈ હતી તે જગ્યાએથી એક મ્યુઝિક સ્ટારે પીડિતો માટે 8 કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું છે. જેથી તેમની મદદ કરી શકાય. આ વાવાઝોડાએ અમેરિકાને હચમચાવી નાખ્યું છે.