‘જેન્ડર’ વિવાદ વચ્ચે ઈમાન ખલીફે જીત્યો ગોલ્ડ મેડલ
Iman Khalifa: પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલા બોક્સિંગ ઈવેન્ટ ઘણા વિવાદોમાં જોવા મળી રહી છે. મહિલા વેલ્ટરવેટ વર્ગની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ઇટાલિયન બોક્સર એન્જેલા કેરિની અને અલ્જેરિયાની બોક્સર ઇમાન ખલિફ વચ્ચે મુકાબલો થયો હતો. તે સમયે વિવાદ થયો હતો. એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે મહિલા બોક્સરને પુરૂષ બોક્સર સાથે સ્પર્ધા કરવામાં આવી હતી. જોકે અલ્જેરિયાની બોક્સર ઈમાન ખલીફ ભૂતકાળમાં પણ લિંગને લઈને વિવાદોમાં રહી છે. તમને જણાવી દઈએ કે ઈમાન ખલીફને 2023 બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપની ગોલ્ડ મેડલ મેચના થોડા કલાકો પહેલા લિંગના આધારે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. જોકે આવા વિવાદો વચ્ચે તે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી છે.
આ પણ વાંચો: ઈન્દિરા ગાંધી પછી અભિનવ બિન્દ્રાને 41 વર્ષ પછી મળશે આ ખાસ ઓલિમ્પિક એવોર્ડ
વિવાદ વચ્ચે ગોલ્ડ જીત્યો
અલ્જેરિયાની મહિલા બોક્સર ઈમાન ખલીફે મહિલાઓની 66 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ પ્રાપ્ત કર્યો છે. ઈમાને ચીનની યાંગ લિયુ સામે ફાઈનલમાં મુકાબલો થયો હતો. જોકે ઈમાન ખલીફે પણ ફાઇનલમાં એકતરફી જીત મેળવી હતી. ગોલ્ડ મેડલ માટે રમાયેલા મુકાબલામાં ઇમાને ચીનની યાંગ લિયુને 5-0થી હરાવી હતી. ઈમાન ખલીફ અલ્જીરિયાની પ્રથમ મહિલા બોક્સર છે જેણે ગોલ્ડ મેડલ જીત્યો છે.
ખૂબ ટ્રોલ કરવામાં આવી
ઈમાન ખલીફ માટે પેરિસ ઓલિમ્પિકની સફર ઘણી મુશ્કેલ રહી હતી. કારણે કે ઓલિમ્પિક દરમિયાન સતત તેને ટ્રોલ કરવામાં આવી હતી. ઈમાન ખલીફે આ વાતું પર ધ્યાન ના આપ્યું અને આગામી મેચ પર ધ્યાન આપ્યું હતું. ઈમાન ખલીફાની ઉંમર 25 વર્ષની છે. ફાઈનલ મેચ બાદ વાત કરતી વખતે મહિલા બોક્સરે કહ્યું, ‘છેલ્લા 8 વર્ષથી આ મારું સપનું છે અને હવે હું ઓલિમ્પિક ચેમ્પિયન અને ગોલ્ડ વિજેતા છું.