June 30, 2024

IND vs AFG: ભારત-અફઘાનિસ્તાન મેચમાં પિચની ભૂમિકા રહેશે મહત્ત્વની

IND vs AFG Pitch Report: ભારતીય ટીમ ત્રણ મેચ જીતીને સાત પોઈન્ટ સાથે ગ્રુપ સ્ટેજમાં ટોચ પર હાલ છે. તમને જણાવી દઈએ કે કેનેડા સાથેની છેલ્લી ગ્રુપ સ્ટેજની મેચ વરસાદને કારણે રદ કરી દેવામાં આવી હતી. આજના દિવસે ભારત અને અફઘાનિસ્તાનની ટીમનો આમનો-સામનો છે. આ મેચનું આયોજન કેન્સિંગ્ટનના ઓવલ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. જાણો શું કહે છે પિચ રિપોર્ટ.

આમનો સામનો થશે
ભારતીય ટીમ 20 જૂન ગુરુવારે આજે બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલમાં અફઘાનિસ્તાન ટીમ સામે ટકરાવાની છે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી શરૂ થવાની છે. મહત્વની વાત એ છે કે ભારતીય ટીમ ત્રણ જીત સાથે સાત પોઈન્ટ સાથે ગ્રુપ સ્ટેજમાં પ્રથમ સ્થાન પર છે. આ વખતની સિઝનમાં ઘણી મેચ વરસાદના કારણ રદ કરવામાં આવી છે. કેનેડા સાથેની છેલ્લી ગ્રુપ સ્ટેજની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. જેના કારણે બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો. આજની મેચની બંને ટીમે તૈયારી કરી લીધી છે.

પિચ રિપોર્ટ
બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમની પિચ પર બોલર અને બેટ્સમેન વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. આ મેદાનની પિચ બોલરોને બાઉન્સ અને સ્વિંગ આપે છે. જેના કારણે બોલરોને તેનો ફાયદો થાય છે. આ સમયે બેટિંગ કરનારી ટીમને પણ આ મેદાન પર ફાયદો થાય છે. આ મેદાનમાં સૌથી ખાસ ભૂમિકા રહે છે તો તે ટોસની છે. મોટે ભાગે તેવું થાય છે કે જે ટીમ ટોસ જીતે છે તેના ફાળે જે તે મેચમાં જીત મેળવે છે.

આ પણ વાંચો: T20 World Cup 2024: ટીમ સુપર-8માં ન પહોંચતા આ ખેલાડીએ કેપ્ટન પદ છોડી દીધું

આ મેદાનના આંકડાઓ
કેન્સિંગ્ટન ઓવલ ખાતે અત્યાર સુધીમાં કુલ 47 T20 મેચ અત્યાર સુધી રમાઈ છે. આજની મેચ થતાની સાથે 48 મેચ આ ગ્રાઉન્ડ પર રમાશે. કુલ 47 મેચમાંથી 30 મેચમાં જે ટીમે પહેલા બેટિંગ કરી હોય તેમને જીત મળી છે. જ્યારે લક્ષ્યનો પીછો કરતી ટીમે 17 મેચ જીતી છે. તમને જણાવી દઈએ કે બાર્બાડોસના મેદાન પર છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ગ્રુપ રાઉન્ડ સમયે રમાઈ હતી.