November 13, 2024

ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, એરપોર્ટ પરથી વીડિયો આવ્યો સામે

IND vs AUS: નવેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાવાની છે. જેની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. આગામી મેચને લઈને ટીમ ઈન્ડિયાની જીત આસાન જોવા મળી રહી નથી. કારણ કે ભારતીય ટીમને તેના હોમ ગ્રાઉન્ડ પર ન્યૂઝીલેન્ડ સામે 3-0થી ક્લીયર સ્વીપનો સામનો કરવો પડ્યો હતો.

એરપોર્ટથી ઓસ્ટ્રેલિયા જવા રવાના
ભારતીય ટીમ માટે ઓસ્ટ્રેલિયામાં જીત મેળવવી આસાન જોવા મળી રહી નથી. તેનું કારણ એ છે કે ભારતીય ટીમને તેના હોમ ગ્રાઉન્ડ પર ન્યૂઝીલેન્ડ સામે 3-0થી ક્લીયર સ્વીપનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આગામી મેચને લઈને ટીમ ઈન્ડિયા ટીમની પ્રથમ બેચ 10 નવેમ્બરે મુંબઈ એરપોર્ટથી ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ હતી. આ સમયનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મોહમ્મદ સિરાજ અને જયસ્વાલ ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા છે.

બધા સાથે હાથ મિલાવતો જોવા મળે છે
વીડિયોમાં જોઈ શકાય છે કે મોહમ્મદ સિરાજ અને જયસ્વાલ ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા છે. સિરાજ એરપોર્ટ પર બધા સાથે હાથ મિલાવતો જોવા મળે છે. જયસ્વાલ તેના ચાહકોને ઓટોગ્રાફ આપતો જોવા મળે છે. તેમની સાથે ટીમના કોચ પણ જોવા મળી રહ્યા છે. બીજી બેચમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી જેવા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

બોર્ડર-ગાવસ્કર સિરીઝ માટે ભારતીય ટીમ:
મોહમ્મદ શમી, અભિમન્યુ ઈશ્વરન, શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), રવિચંદ્રન અશ્વિન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), સરફરાઝ ખાન, વિરાટ કોહલી, પ્રસિદ્ધ કૃષ્ણ, પંત . વિકેટકીપર), કેએલ રાહુલ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર.