September 20, 2024

IND vs BAN: આકાશ દીપે બાંગ્લાદેશ પર મચાવી તબાહી

IND vs BAN: ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટમાં પ્રથમ દાવમાં 376 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમે પ્રથમ દાવમાં 22 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ઘાતક બોલર આકાશ દીપે બે વિકેટ ઝડપી હતી. લંચ બ્રેક સુધી બાંગ્લાદેશે 9 ઓવરમાં 26 રન બનાવ્યા હતા.

બોલિંગનો વીડિયો શેર
આકાશ દીપે 2 ઓવરમાં 5 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. BCCIએ આકાશ દીપની બોલિંગનો વીડિયો શેર કર્યો હતો. ચેન્નાઈ ટેસ્ટના બીજા દિવસે લંચ બ્રેક સુધી તેણે માત્ર 2 ઓવર ફેંકી હતી. આ દરમિયાન તેણે 5 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહે 3 ઓવરમાં 10 રન આપીને 1 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજે 3 ઓવરમાં 6 રન આપ્યા હતા અને 1 મેડન ઓવર લીધી હતી.

આ પણ વાંચો: અશ્વિન અને જાડેજાએ તોડ્યો 24 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ

જાડેજાનું જોરદાર પ્રદર્શન
ટીમ ઈન્ડિયા માટે અશ્વિને સદી ફટકારી હતી. તેણે 133 બોલમાં 113 રન બનાવ્યા હતા. અશ્વિનની આ ઇનિંગમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. રવિન્દ્ર જાડેજાએ 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી. 124 બોલનો સામનો કરીને તેણે 10 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

સ્પેશિયલ ક્લબમાં પ્રવેશ્યો
ભારત અને બાંગ્લાદેશની પ્રથમ મેચમાં બાંગ્લાદેશના કપ્તાને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચ જેમ આગળ વધી તેમ જોતા એવું લાગ્યું કે આ નિર્ણય તેમનો ખરો છે. પરંતુ જેવી આર અશ્વિનની એન્ટ્રી થઈ તેનાથી સામે વાળી ટીમની આશાઓ ઉપર જાણે પાણી ફરી વળ્યું હતું. દ આર અશ્વિને શાનદાર બેટિંગ કરી અને ની છઠ્ઠી ટેસ્ટ સદી ફટકારી હતી.