આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બાંગ્લાદેશે ભારતને કેટલી વાર હરાવ્યું છે?
IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે-મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. આ સિરઝ 19 નવેમ્બરથી શરૂ થવાની છે. આ મેચનું આયોજન ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં કરવામાં આવશે. બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્કમાં રમાશે. ત્યારે આવો જાણીએ કે અત્યાર સુધી બાંગ્લાદેશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ટીમને ક્યારે હરાવ્યું છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બાંગ્લાદેશે ભારતને ક્યારે હરાવ્યું?
ODI
ભારત અને બાંગ્લાદેશની ટીમો ODIની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં બંને ટીમ કુલ 41 વખત સામે આવી ચુકી છે. જેમાં ભારતની ટીમે 41માંથી 32 મેચ જીતી અને બાંગ્લાદેશે 8 મેચ જીતી છે.
T20 આંતરરાષ્ટ્રીય
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 14 T20 આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન થયું છે. જેમાં ભારતે 13 મેચમાં જીત મેળવી છે અને બાંગ્લાદેશની ટીમે માત્ર એક જ મેચમાં જીત પ્રાપ્ત કરી છે.
આ પણ વાંચો: સ્ટાર ક્રિકેટર્સની પત્નીઓ શું કરે છે ખબર છે? કોઈ ઈવેન્ટ મેનેજર તો કોઈ MLA
ટેસ્ટ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં 13 ટેસ્ટ મેચ રમાણી હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ 11 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. બાકીની 2 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ ગઈ છે. અત્યાર સુધી બાંગ્લાદેશ માત્ર ટેસ્ટ ક્રિકેટમાં જ ભારત સામે જીત મેળવી શક્યું નથી.ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છેલ્લી ટેસ્ટ સિરીઝ ડિસેમ્બરના વર્ષ 2022માં રમાઈ હતી. આ સમયે માત્ર 2 મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ 2-0થી જીતી હતી. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પ્રથમ મેચ 188 રને જીતી હતી. બીજી અને છેલ્લી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની 3 વિકેટે જીત મેળવી હતી.