સૂર્યકુમાર યાદવ ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત
IND vs BAN: ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. અત્યારે તે બુચી બાબુ ટુર્નામેન્ટમાં રમી રહ્યો છે. મુંબઈ તરફથી રમતા સૂર્યકુમાર તમિલનાડુ સામે રમાઈ રહેલી મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. હજૂ સુધી તે માહિતી નથી આવી કે તેની ઈજા કેટલી ગંભીર છે. બીજી બાજૂ તે પણ સ્પષ્ટ નથી કે તે 5 સપ્ટેમ્બરથી શરૂ થનારી દુલીપ ટ્રોફીમાં રમશે કે નહીં.
સૂર્યકુમાર યાદવને હાથમાં ઈજા
સરફરાઝ ખાનની કેપ્ટન્સીમાં આ મેચમાં સૂર્યકુમાર રમી રહ્યો છે. મુંબઈની ટીમ જ્યારે ફિલ્ડિંગ કરવા ઉતરી તે સમયે સૂર્યકુમાર યાદવને હાથમાં ઈજા થઈ હતી. જોકે મુંબઈ માટે આ મેચ કંઈ ખાસ રહી ના હતા. ટીમ 156 રનમાં આઉટ થઈ ગઈ હતી. તમિલનાડુની ટીમે પ્રથમ ઇનિંગમાં 379 રન બનાવ્યા હતા. તેના બીજા દાવમાં તમિલનાડુએ 286 રન બનાવવામાં સફળ રહી હતી.
બીજી બાજૂ મુંબઈની ટીમને 510 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
આ પણ વાંચો: ડોમેસ્ટિક સિરિઝ ઓસ્ટ્રેલિયા સામે રમવા ટીમ ઈન્ડિયા નક્કી, પ્રિન્સ ઓફ દ્રવિડ મેદાને
દુલીપ ટ્રોફી મહત્વની
સૂયકુમાર માટે બુચી બાબુ અને દુલીપ ટ્રોફી બંને ટૂર્નામેન્ટ ખૂબ જ ખાસ છે.સૂર્યકુમાર ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવા માંગે છે અને આવી સ્થિતિમાં આ બંને ટૂર્નામેન્ટ તેના માટે દરવાજા ખોલનારી સાબિત થઈ શકે છે. જેના કારણે તેના માટે બંને ટૂર્નામેન્ટ ખાસ છે. આ કારણથી સૂર્યકુમાર પણ જલદી સાજો થવાની ઈચ્છા રાખતો હશે. જેના કારણે તે દુલીપ ટ્રોફીમાં ઈન્ડિયા C તરફથી રમીને ટેસ્ટ ટીમ માટે પોતાનો દાવો રજૂ કરી શકે.