October 7, 2024

સૂર્યકુમાર યાદવ તોડશે હાર્દિકનો આ રેકોર્ડ

IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 સિરીઝ આયોજન કરવામાં આવી રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ તેની પહેલી મેચ જીતી લીધી છે. પ્રથમ મેચ ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીતી લીધી છે. હવે બીજી મેચ 9 તારીખે રમાશે. ટીમ ઈન્ડિયા સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ શાનદાર પ્રદર્શન કરી રહી છે.

નિવૃત્તિની જાહેરાત કરી લીધી
સૂર્યકુમાર યાદવ હાર્દિક પંડ્યાના રેકોર્ડની ખૂબ નજીક પહોંચી ગયો છે. બાંગ્લાદેશ સામેની આ સિરીઝ દરમિયાન સૂર્યા હાર્દિકને પણ પાછળ છોડી શકે છે. T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની જીત બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી લીધી હતી. આ પછી ટીમની કમાન સૂર્યાને સોંપવામાં આવી છે. ભારત માટે સૌથી વધુ મેચ જીતનાર ખેલાડીઓની યાદીમાં સૂર્યા હાલ 5માં સ્થાન પર છે.

ભારત માટે સૌથી વધુ T20 મેચ જીતનાર કેપ્ટન

વિરાટ કોહલી – 32 જીત
હાર્દિક પંડ્યા – 10 જીત
સૂર્યકુમાર યાદવ – 09 જીત્યા
રોહિત શર્મા – 50 જીત
એમએસ ધોની – 42 જીત

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત

કેવી હતી પ્રથમ T20 મેચની સ્થિતિ?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ 19.5 ઓવરમાં 127 રન બનાવ્યા હતા. આ પછી ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. ક્રિકેટ ચાહકો આગામી મેચને લઈને ટીમ ઈન્ડિયા પાસે આવી જ અપેક્ષા રાખી રહી છે.