શું ચેમ્પિયન્સ ટ્રોફી પછી રોહિત શર્મા કેપ્ટનશીપ ગુમાવશે?

Champions Trophy 2025 Final IND vs NZ: રોહિત શર્માના ખરાબ પ્રદર્શનના કારણે છેલ્લા ઘણા સમયથી તેને ટ્રોલિંગનો સામનો કરી રહ્યો છે. રોહિતની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ ચાર ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. પરંતુ હવે રોહિતની કપ્તાની અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. એક માહિતી પ્રમાણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી ટીમ ઈન્ડિયામાં ફેરફાર કરવામાં આવી શકે છે. આ મેચ રોહિતની કેપ્ટન તરીકેની છેલ્લી મેચ હોઈ શકે છે. જોકે આ વિશે સત્તાવાર માહિતી સામે આવી નથી.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં કેવું રહેશે હવામાન? જાણો
ટીમ ઇન્ડિયામાં થઈ શકે છે મોટો ફેરફાર
ચેમ્પિયન્સ ટ્રોફી પછી ટીમ ઈન્ડિયા ભારતીય ટીમ વર્લ્ડ કપની તૈયારીઓ કરશે. રોહિતે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. પરંતુ તે હજૂ વનડે અને ટેસ્ટમાં રમી શકે છે. એક મીડિયાના રિપોટ પ્રમાણે ચેમ્પિયન્સ ટ્રોફી પછી BCCI કેપ્ટનશીપ અંગે મોટો નિર્ણય લેવાની સંભાવનાઓ છે.ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પછી તમ ગંભીર અને બોર્ડ વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ વિશે કોઈ સત્તાવાર રીતે માહિતી જાહેર કરવામાં આવી નથી.