November 22, 2024

ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાના નોંધાયા આટલા શરમજનક રેકોર્ડ

IND vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ બેંગ્લોરમાં રમાઈ રહી છે. પહેલા દિવસે વરસાદના કારણે મેચને કેન્સલ કરી દેવામાં આવી હતી. બીજા દિવસે ન્યુઝીલેન્ડના બોલરોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. પહેલા બેટિંગ કરવા ટીમ ઈન્ડિયા આવી હતી અને ખાલી 46 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી સૌથી વધારે રન પંતે બનાવ્યા હતા અને એ પણ 20 રન હતા. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડ સામે માત્ર 46 રનમાં આઉટ થતાની સાથે એવા રેકોર્ડ બની ગયા જે ભરોસો પણ નહીં આવે.

હોમ ગ્રાઉન્ડ પર સૌથી ઓછો સ્કોર
આજની મેચમાં ભારતની ટીમનો તેના જ હોમ ગ્રાઉન્ડ પર સૌથી ઓછો સ્કોર થયો હતો. આ પહેલાની વાત કરવામાં આવે તો વર્ષ 1987માં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે 75 રન સુધી મર્યાદિત રહી હતી. આ મેચનું આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. ટેસ્ટ ઈતિહાસમાં ભારતનો સૌથી ઓછો સ્કોર 36 રન છે. બીજા સ્કોરની વાત કરવામાં આવે તો તે સ્કોર 42 રનનો છે. આ રીતે ભારતે ટેસ્ટ ઈતિહાસમાં તેનો ત્રીજો સૌથી ઓછો સ્કોર બનાવી દીધો છે.

પોતાની ભૂમિ પર બીજો સૌથી ઓછો સ્કોર
ભારતના ટોપ-6 બેટ્સમેન માત્ર 34 રન જ બનાવવામાં સફળ રહ્યા હતા. ભારતના ટોપ-6 બેટ્સમેનોનો ટેસ્ટ ઈતિહાસમાં છઠ્ઠો સૌથી ઓછો સ્કોર બનાવવામાં સફળ રહ્યા છે.

ભારતના ટોપ-4 બેટ્સમેનોનો સૌથી ઓછો સ્કોર
ભારતના ટોપ-4 બેટ્સમેનની વાત કરવામાં આવે તો તેમાં રોહિત શર્માએ 2 રન, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલે 13 રન, સરફરાઝ ખાને એકપણ રન બનાવ્યા વિના આઉટ થયો હતો. આ 4 બેટ્સમેનોએ મળીને માત્ર 15 રન જ બનાવ્યા હતા.

આ પણ વાંચો: સંજુ સદી ફટકારનાર ભારતનો પ્રથમ વિકેટકિપર બન્યો, આ રીતે કોંગ્રેસના નેતાઓએ કર્યું સ્વાગત

એશિયાની ધરતી પર સૌથી ઓછો સ્કોર
તમને જણાવી દઈએ કે એશિયાની ધરતી પર ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલાની વાત કરવામાં આવે તો વેસ્ટ ઈન્ડિઝે 1986માં પાકિસ્તાન સામે 53 રન બનાવામાં સફળ રહી હતી.

ટોપ-7 બેટ્સમેનનો સ્કોર
બેંગલુરુ ટેસ્ટના પ્રથમ દાવમાં ભારતના ટોપ-7 બેટ્સમેનમાંથી 4 ખેલાડીઓ તો ખાતું ખોલવામાં જ અસફળ રહ્યા હતા. જેમાં વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજાના નામ આવે છે. ટેસ્ટ ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું કે 4 ખેલાડીઓ એક પણ રન બનાવ્યા વગર પરત ફર્યા હતા.