રિઝવાન-હર્શિત મેદાનમાં બાખડી પડ્યાં, વીડિયો વાયરલ

India vs Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાઈ રહી છે. કરોડોની સંખ્યામાં ચાહકો આ મેચની રાહ જોતા હોય છે. પાકિસ્તાનના કેપ્ટને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રિઝવાન અને હર્ષિત રાણા એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા.

મેચ વચ્ચે ખેલાડીઓની ટક્કર
રિઝવાન 21મી ઓવરમાં રન માટે દોડી રહ્યા હતો. પરંતુ આ સમયે તેની લાઇન ખોટી હતી. જેના કારણે તે હર્ષિત સાથે ટકરાયો હતો. રિઝવાન ખોટી લાઈનમાં દોડવા લાગ્યો હતો. જેના કારણે હર્ષિત રાણા ખૂબ ગુસ્સામાં જોવા મળ્યો હતો. આ સમયનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે હર્ષિતે આઈપીએલમાં વિકેટ લીધા પછી તેણે ફ્લાઈંગ કિસ પણ આપી હતી, જેના પછી તેને દંડ ફટકારવામાં આવ્યો હતો.

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ભારત (પ્લેઇંગ ઇલેવન): શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ.

પાકિસ્તાન (પ્લેઇંગ ઇલેવન): સલમાન અલી આઘા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), નસીમ શાહ, હરિસ રૌફ, અબરાર અહેમદ.