June 30, 2024

IND vs SA: ભારત જીતે કે પછી દક્ષિણ આફ્રિકા આ ઈતિહાસ ચોક્કસ રચાશે

IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા બંને ટીમ ફાઈનલમાં મેચ રમાવાની છે. ખાસ વાત તો એ છે કે બંને ટીમ એક પણ મેચ હાર્યા વગર સીધી ફાઈનલમાં પહોંચી છે. હવે બંને ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાવાની છે. આવી સ્થિતિમાં સ્પર્ધા બરાબરીની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

ફાઇનલ મેચ રમાશે
T20 વર્લ્ડ કપ 2024 ની આ સિઝન હવે ફાઈનલમાં પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને ત્રીજી વખત ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજી બાજૂ દક્ષિણ આફ્રિકાની ટીમ અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. ખાસ વાત એ છે કે પહેલી વખત આફ્રિકાની ટીમએ ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. હવે આ ફાઈનલ મેચમાં કોની જીત અને કોની હાર થશે તે જોવાનું રહ્યું. પરંતુ જે ટીમ જીતે છે તે ચોક્કસ એક રેકોર્ડ બનાવશે તે નક્કી છે.

આ પણ વાંચો: IND vs SA Final: રિઝર્વ ડેના દિવસે વરસાદનું સંકટ, મેચ રદ થાય તો કોણ વર્લ્ડ કપ જીતશે?

આવું પહેલીવાર થશે
રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાનું આ વખતે જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું.T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં હજુ સુધી આવું બન્યું નથી જ્યારે કોઈ ટીમ આખી ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી ન હોય અને ટાઈટલ જીત્યું હોય. પરંતુ આ વખતે ટુર્નામેન્ટમાં બંને ટીમો એક પણ વખત હારી નથી. આવી સ્થિતિમાં જે પણ ટીમ ફાઇનલમાં જીત મેળવશે તે ટીમ એક પણ મેચમાં હાર વગર ટાઈટલ જીતશે અને T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આવું પહેલીવાર બનશે.