October 5, 2024

IND vs ZIM: ગિલની કેપ્ટન્સીમાં ત્રણ ખેલાડીઓને લોટરી લાગી, ભારત માટે એકસાથે ડેબ્યૂ કર્યું

IND vs ZIM: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચની શરૂઆત થઈ ગઈ છે. આ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ભારતે ટોસ જીત્યો છે. જેમાં શુભમમ ગિલે બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ગિલની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાના ત્રણ ખેલાડીઓને આ મેચમાં T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરવાની તક મળી હતી. જેમાં રેયાન પરાગ, અભિષેક શર્મા, ધ્રુવ જુરેલને આ મોકો મળ્યો છે.

ભારત માટે એકસાથે ડેબ્યૂ કર્યું
અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ અને રેયાન પરાગે ભારત માટે એકસાથે ડેબ્યૂ કર્યું હતું. અભિષેક શર્મા આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી અને ધ્રુવ જુરેલ અને રેયાન પરાગ રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. આ ત્રણેય ખેલાડીઓ લાંબા સમયથી ભારતીય ટીમ માટે ટી20માં ડેબ્યૂ કરવા ઈચ્છતા હતા. પરંતુ આ વખતે મોકો મળ્યો છે અને ગિલની કપ્તાની હેઠળ આ શક્ય બન્યું.

આ પણ વાંચો: India VS Zimbabwe: આ 2 કેપ્ટનના નેતૃત્વમાં જ ઝિમ્બાબ્વે સામે T20I મેચ હાર્યું ભારત

બંને ટીમના 11 રમી રહ્યા છે
ભારત: રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટ-કીપર), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, મુકેશ કુમાર, શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, રુતુરાજ ગાયકવાડ, રિયાન પરાગ, ખલીલ અહેમદ.

ઝિમ્બાબ્વે: ડીયોન માયર્સ, જોનાથન કેમ્પબેલ, ક્લાઈવ મેડેન્ડે (wk), વેસ્લી માધવેરે, તદીવનાશે મારુમાની, નિર્દોષ કૈયા, બ્રાયન બેનેટ, સિકંદર રઝા (કેપ્ટન), લ્યુક જોંગવે, બ્લેસિંગ મુઝારાબાની, ટેન્ડાઈ ચતારા.