રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદીમાં ચીનને પછાડી આગળ નીકળ્યું ભારત
Crude Oil: ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાતમાં ભારતે જુલાઈ મહિનામાં ચીનને પછાડી દીધું છે. એક મીડિયા અહેવાલમાં આ અંગે માહિતી આપવામાં આવી છે. નવી દિલ્હીએ મોસ્કો દ્વારા આપવામાં આવેલી છૂટને કારણે ક્રૂડ ઓઈલની ખરીદી વધારી રહી છે કારણ કે યુક્રેન સંબંધિત પ્રતિબંધોને કારણે રશિયા પશ્ચિમમાં ખુલ્લેઆમ ઊર્જા નિકાસ નથી કરી શકતું.
વેપાર અને ઉદ્યોગ સ્ત્રોતોમાંથી સંકલિત ભારતીય શિપમેન્ટ ડેટા અનુસાર, જુલાઈ મહિનામાં ભારતની કુલ આયાતમાં રશિયન ક્રૂડ ઓઇલનો 44% હિસ્સો હતો. ભારત 2.07 મિલિયન બેરલ પ્રતિ દિન (bpd) ક્રૂડની આયાત કરી રહ્યું છે, જે જૂનથી 4.2% અને એક વર્ષ અગાઉ કરતાં 12% વધારે છે.
જુલાઈમાં પાઈપલાઈનો અને શિપમેન્ટના માધ્યમથી રશિયાએ ચીનને કુલ 1.76 મિલિયન bpd ક્રૂડ ઓઈલની નિકાસ કરી હતી. ચીનના કસ્ટમ ડેટા આ વાતની પુષ્ટિ કરે છે. ડેટા દર્શાવે છે કે ચાઈનીઝ રિફાઈનર્સ દ્વારા ખરીદીમાં આ ઘટાડો ઈંધણના ઉત્પાદનમાંથી ઓછા નફાના માર્જિનના કારણે થયો છે.
પશ્ચિમી દેશો તરફથી મોસ્કો પર લગાવેલ પ્રતિબંધો અને યુક્રેનમાં સંઘર્ષના જવાબમાં તેની ઊર્જાની આયાતમાં કાપ મૂક્યા બાદ ભારતીય રિફાઇનર્સ ફેબ્રુઆરી 2022થી ડિસ્કાઉન્ટેડ રશિયન તેલની ખરીદી વધારી રહ્યા છે.
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરના સોપોરમાં અથડામણ, સુરક્ષા દળોએ એક આતંકી ઠાર માર્યો
ભારતીય રિફાઇનિંગ સ્ત્રોતે માહિતી આપતા જણાવ્યું હતું કે, “ભારતની રશિયન તેલની જરૂરિયાત ત્યાં સુધી વધવાની છે જ્યાં સુધી પ્રતિબંધો વધુ કડક નહિ થાય.” ભારતની વધતી જતી ખરીદી રશિયન ESPO (પૂર્વીય સાઇબિરીયા-પેસિફિક ઓશન ઓઇલ પાઇપલાઇન) ના પ્રવાહને બદલી રહી છે. પરંપરાગત ચીની ખરીદદારોની સાથે રશિયા પણ હવે દક્ષિણ એશિયાઈ ક્રૂડ ઓઈલ માર્કેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
શિપિંગ ડેટા અનુસાર, ભારતમાં ESPO આયાત જુલાઈમાં 1,88,000 bpd પર પહોંચી હતી કારણ કે મોટા સુએઝમેક્સ જહાજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગયા મહિને ઇરાક ભારતનો બીજો સૌથી મોટો તેલ સપ્લાયર રહ્યો, ત્યારબાદ સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતનો નંબર આવે છે. મધ્ય પૂર્વમાંથી ભારતની ક્રૂડની ખરીદી જુલાઈમાં 4% વધી હતી, ડેટા દર્શાવે છે કે, ભારતની કુલ તેલ ખરીદીમાં આ ક્ષેત્રનો હિસ્સો જૂનમાં 38% થી વધીને 40% થઈ ગયો છે.