September 17, 2024

IND vs AUS ટેસ્ટ સિરીઝ પહેલા કેપ્ટનનો મોટો નિર્ણય

India vs Australia Test Series: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ નવેમ્બરથી શરૂ થવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા બંને ટીમો માટે આ સિરીઝ ખૂબ જ ખાસ રહેવાનો છે. હાલમાં WTC પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ પ્રથમ સ્થાન પર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કહેવાય છે. 33 વર્ષ બાદ આ સિરીઝમાં પાંચ ટેસ્ટ મેચ રમાવાની છે. હવે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે એક નિર્ણય કર્યો છે. આવો જાણીએ કેપ્ટન પેટ કમિન્સે શું લીધો નિર્ણય.

33 વર્ષ બાદ આ સિરીઝમાં પાંચ ટેસ્ટ મેચ
હાલમાં WTC પોઈન્ટ ટેબલમાં, ભારતીય ટીમ પહેલા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાન પર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કહેવામાં આવે છે. 33 વર્ષ બાદ આ સિરીઝમાં પાંચ ટેસ્ટ મેચ રમાશે. હવે સિરીઝ પહેલા જ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે લગભગ ત્રણ વર્ષ બાદ ઘરેલુ ક્રિકેટમાં રમવાનો નિર્ણય કર્યો છે. ભારત સામેની ટેસ્ટ શ્રેણીની શાનદાર તૈયારીઓ કરવા માટે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ શેફિલ્ડ શિલ્ડ ટ્રોફીમાં રમતા જોવા મળશે.

આ પણ વાંચો: ત્રણ લેફ્ટીઝનાં નામે સૌથી વધુ રનનો રોકોર્ડ, એક ખેલાડીએ તો કપ જીતાડ્યો!

રમતા જોવા મળ્યો હતો
પેટ કમિન્સ થોડા સમય પહેલા જ અમેરિકામાં મેજર ક્રિકેટ લીગમાં રમતા જોવા મળ્યો હતો. કમિન્સ છેલ્લે 2021માં શેફિલ્ડ શિલ્ડ ટ્રોફીમાં રમ્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમ ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી બાદ શ્રીલંકા સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે. માત્ર આ સાત ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા માટે WTC ફાઇનલમાં જવાનો રસ્તો નક્કી કરશે. ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ટીમે અત્યાર સુધીમાં કુલ 12 મેચ રમી છે, જેમાંથી તેણે 8 જીતી છે અને ત્રણમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.