કેજરીવાલની ધરપકડ પર અમેરિકાની ટિપ્પણી, જયશંકરનો જડબાતોડ જવાબ
India Summons US Diplomat: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર અમેરિકા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર ભારતે કડક કાર્યવાહી કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે ભારતમાં અમેરિકાના કાર્યકારી મિશનના ડેપ્યુટી ચીફ ગ્લોરિયા બાર્બેનાને સમન્સ પાઠવ્યું હતું. ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓ અને અમેરિકન રાજદ્વારી વચ્ચે લગભગ 40 મિનિટ સુધી વાતચીત થઈ હતી.
India strongly objects to the remarks of the US State Department Spokesperson:https://t.co/mi0Lu2XXDL pic.twitter.com/pa9WYNZQSi
— Randhir Jaiswal (@MEAIndia) March 27, 2024
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જારી કરેલા નિવેદનમાં જણાવાયું છે કે, ‘અમે ભારતમાં કેટલીક કાનૂની કાર્યવાહી અંગે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાની ટિપ્પણી સામે સખત વાંધો ઉઠાવીએ છીએ.કૂટનીતિમાંમાં, કોઈપણ દેશ અન્ય દેશોની સાર્વભૌમત્વ અને આંતરિક બાબતોનું સન્માન કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. જો મામલો સાથી લોકશાહી દેશોને લગતો હોય તો આ જવાબદારી વધુ વધી જાય છે. જો આવું ન થાય, તો ખોટા ઉદાહરણો રજૂ કરવામાં આવ્યાં છે. ભારતની કાનૂની પ્રક્રિયાઓ સ્વતંત્ર ન્યાયતંત્ર પર આધારિત છે જે ઉદ્દેશ્ય અને સમયસર નિર્ણયો માટે પ્રતિબદ્ધ છે. ભારતીય ન્યાયતંત્ર પર આપત્તિ વ્યક્ત કરવી અયોગ્ય છે.’
#WATCH | The Ministry of External Affairs in Delhi summoned the US' Acting Deputy Chief of Mission Gloria Berbena, today. The meeting lasted for approximately 40 minutes. pic.twitter.com/LGjD9IvX91
— ANI (@ANI) March 27, 2024
ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકન રાજદ્વારીને એવા સમયે બોલાવ્યા છે જ્યારે એક દિવસ પહેલા અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના અહેવાલો પર નજર રાખી રહ્યા છીએ. અમેરિકાએ એમ પણ કહ્યું હતું કે અમે કેજરીવાલ કેસમાં ન્યાયી, પારદર્શક અને સમયસર કાયદાકીય પ્રક્રિયાની અપેક્ષા રાખીએ છીએ.
આ પણ વાંચો: દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની તબિયત લથડી, શુગર લેવલ ઘટીને 46 થઈ ગયું
જર્મન વિદેશ મંત્રાલયે પણ ટિપ્પણી કરી
નોંધનીય છે કે કેજરીવાલની ધરપકડ પર ટિપ્પણી કરનાર અમેરિકા પહેલો દેશ નથી. આ પહેલા જર્મનીના વિદેશ મંત્રાલયે પણ કેજરીવાલની ધરપકડ પર ટિપ્પણી કરી હતી. કેજરીવાલની ધરપકડ પર ટિપ્પણી કરતા જર્મન વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અમે તેની નોંધ લીધી છે. ભારત એક લોકશાહી દેશ છે. અમે આશા રાખીએ છીએ કે આ કેસમાં પણ ન્યાયતંત્રની સ્વતંત્રતા અને મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંતો સંબંધિત તમામ ધોરણો લાગુ કરવામાં આવશે. કેજરીવાલને ન્યાયી સુનાવણીનો સંપૂર્ણ અધિકાર છે.
ભારતે સખત વાંધો વ્યક્ત કર્યો હતો
અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જર્મન વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી સામે ભારતે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. જર્મન એમ્બેસેડર જ્યોર્જ એન્ઝવેઇલરને બોલાવીને ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અમે આ પ્રકારની ટિપ્પણીઓને અમારી ન્યાયિક પ્રક્રિયામાં દખલ અને ન્યાયતંત્રની સ્વતંત્રતાને નબળી પાડતી ગણીએ છીએ. ભારત કાયદાના શાસન સાથે જીવંત અને મજબૂત લોકશાહી છે. જેમ ભારતમાં અને અન્ય લોકતાંત્રિક દેશોમાં કાયદો પોતાનું કામ કરે છે, તેમ આ કેસમાં પણ કાયદો તેનું કામ કરશે. આ બાબતે પક્ષપાતી ધારણાઓ કરવી અયોગ્ય છે.
EDએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લગભગ બે કલાકની પૂછપરછ બાદ 21 માર્ચે ED દ્વારા તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીમાં લિકર પોલિસી કૌભાંડમાં તેની ભૂમિકાની તપાસ માટે રાઉઝ એવન્યુ કોર્ટે તેને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલ્યો હતો. ધરપકડ બાદ પણ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું નથી.