અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફ્લાવર શોને ખુલ્લો મૂકાયો, જાણો શું છે ખાસ
Ahmedabad: અમદાવાદમાં આજથી ઇન્ટરનેશનલ ફ્લાવર શો શરૂ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફ્લાવર શોને ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. ફ્લાવર શોને 6 ભાગમાં વેંચવામાં આવ્યું છે. તેમજ 30 હજાર પ્લાન્ટથી ફ્લાવર બુકે તૈયાર કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-2025'નો શુભારંભ. https://t.co/MToOKhfm1q
— CMO Gujarat (@CMOGuj) January 3, 2025
તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ફ્લાવર શો વિકસિત ભારત 2047, સુશાશન પર્વ સહિતની થીમ તૈયાર કરવામાં આવી છે. આ સિવાય પ્રથમ વખત ફ્લાવર શોમાં ઓડિયો ગાઈડ તૈયાર કરવામાં આવી છે. આ ઓડિયો ગાઈડથી ફુલ-સ્કલ્પચર વિશે માહિતી મેળવી શકાશે.
આ પણ વાંચો: ગુજરાતની 2400થી વધુ શાળામાં માત્ર એક શિક્ષક, 87 હજાર વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય!
ઉલ્લેખનીય છે કે, ફલાવર શો-2025 જોવા માંગતા મુલાકાતીઓએ સોમથી શુક્રવાર રુપિયા 70 તથા શનિ અને રવિવારના રોજ રુપિયા 100 ચૂકવવા પડશે. આ ઉપરાંત સવારે 9થી 10 તથા રાત્રે 10 થી 11નો સમય પ્રાઈમ ટાઈમ રાખવામાં આવ્યો છે. જેમાં પ્રતિ વ્યકિત રૂપિયા 500 ટિકીટ દર રાખવામાં આવ્યા છે.
સતત અપડેટ ચાલુ છે…