September 19, 2024

કરોડો રૂપિયા ખર્ચીને રાજસ્થાન રોયલ્સ આ 3 ખેલાડીઓને રાખી શકે છે

IPL 2025 Rajasthan Royals. IPL ટીમ આ ઘણા ખેલાડીઓને રિલીઝ કરશે. જેમાં કેટલીક ટીમ ઘણા ખેલાડીઓને જાળવી રાખશે. રાજસ્થાન રોયલ્સની ટીમની વાત કરવામાં આવે તો ત્રણ એવા ખેલાડીઓ છે જેને રાખવામાં આવી શકે છે. આ ત્રણ ખેલાડીમાં કેપ્ટન સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને ટ્રેન્ટ બોલ્ટનું નામ સામેલ છે. ટીમ આ ત્રણ ખેલાડીઓ માટે કરોડો રુપિયા ખર્ચી શકે છે. સંજુ અને યશસ્વીનું ખુબ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે.

યશસ્વી જયસ્વાલ
યશસ્વી યુવા અને પ્રતિભાશાળી બેટ્સમેન છે. વર્ષ 2020થી તે રાજસ્થાનની ટીમ સાથે છે. 2021 સુધી 2.40 કરોડ રૂપિયા સુધીનો પગાર તેને આપવામાં આવતો હતો. વર્ષ 2022માં તેનો પગાર વધીને 4 કરોડ રૂપિયા થઈ ગયો હતો. ફરી વખત તેને વધારો આપવામાં આવી શકે છે. યશસ્વીએ આઈપીએલમાં અત્યાર સુધી 52 મેચ અને તેમાં તેણે 1607 રન બનાવ્યા છે.

ટ્રેન્ટ બોલ્ટ
ટ્રેન્ટ બોલ્ટ એક અનુભવી બોલર છે. તે વર્ષ 2022 થી રાજસ્થાન સાથે છે. તેમનો પગાર 8 કરોડ રૂપિયા છે. પરંતુ હવે બોલ્ટનો પણ પગાર વધી શકે છે અને ટીમ તેને જાળવી શકે છે. તે અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી ચૂક્યો છે. બોલ્ટે આ લીગમાં અત્યાર સુધી 104 મેચ રમી છે. આ દરમિયાન 121 વિકેટ લીધી છે.

આ પણ વાંચો: પેરિસ પેરાલિમ્પિક્સ માટે તૈયાર ગુજરાતના આ પાંચ ખેલાડીઓ

કેપ્ટન સેમસન
કેપ્ટન સેમસન 2018થી સતત રાજસ્થાન સાથે જોડાયેલ છે. વર્ષ 2018માં તેમનો પગાર 8 કરોડ રૂપિયા હતો. 2022માં તે વધીને 14 કરોડ રૂપિયા થઈ ગયો હતો. હવે પગાર ફરી એકવાર વધી શકે છે. સંજુનું અત્યાર સુધી જોરદાર પ્રદર્શન જોવા મળી શકે છે. IPL 2024ની 15 મેચમાં 531 રન બનાવ્યા હતા. સંજુ આઈપીએલમાં અત્યાર સુધીમાં કુલ 167 મેચ રમ્યો છે. જેમાં દરમિયાન તેણે 4419 રન બનાવ્યા છે.