ફુઆદ શુકરની હત્યાથી ગુસ્સે થયેલા હિઝબુલ્લાએ ઇઝરાયલ પર છોડ્યા રોકેટ
Israel: ઇઝરાયલના ગોલાન હાઇટ્સમાં ફૂટબોલ મેદાન પર હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 12 બાળકો માર્યા ગયા હતા. જે બાદ ઇઝરાયલે બેરૂતમાં હિઝબુલ્લાહના ટોપ કમાન્ડર ફુઆદને મારી નાખ્યો હતો. ફુઆદની હત્યા બાદ હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધી ગયો છે.
રોકેટ હુમલાઓ કર્યા
ટોચના કમાન્ડર ફુઆદ શુકરની હત્યાથી નારાજ હિઝબુલ્લાહે ગુરુવારે મોડી રાત્રે રોકેટથી હુમલાઓ કર્યા હતા. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસના જણાવ્યા અનુસાર, રોકેટ હુમલામાં કોઈપણ નાગરિકને કોઈ નુકસાન કે ઈજા થઈ હોવાના અહેવાલ હાલ મળી રહ્યા નથી. ફુઆદની હત્યા બાદ હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે ભારે તણાવ વધી ગયો છે. ઇઝરાયલી હુમલાના જવાબમાં મેટઝુબાના ઉત્તરીય સરહદ સમુદાય પર ડઝનેક રોકેટ છોડ્યા હોવાનો દાવો કર્યો હતો.
આ પણ વાંચો: હમાસના લશ્કરી ચીફ મોહમ્મદ ડેફ ઠાર, ઈઝરાયલ હુમલાનો હતો માસ્ટરમાઈન્ડ
શું કહ્યું ઈઝરાયેલની સેનાએ?
ઇઝરાયલી સૈન્યના જણાવ્યા મુજબ, જવાબમાં તેણે લેબનોનના યતારમાં હિઝબોલ્લા રોકેટ લોન્ચર પર હુમલો કર્યો હતો. જેનો ઉપયોગ પશ્ચિમી ગેલિલી પર બોમ્બમારો કરવા માટે કરવામાં આવી રહ્યો હતો. ઇઝરાયલે અત્યાર સુધી માત્ર શુકર જ નહીં પરંતુ હિઝબુલ્લાહના ઘણા ટોચના કમાન્ડરોને ખતમ કરી દીધા હતા. ઇઝરાયલની સૈન્યએ સોશિયલ મીડિયા (X) પર પોસ્ટ કર્યું કે, પશ્ચિમી ગેલિલી ક્ષેત્રમાં સક્રિય કરાયેલી ચેતવણીને પગલે, લેબનોનથી આવતા કેટલાંક રોકેટને શોધી કાઢવામાં આવ્યા હતા.