May 17, 2024

સોનમર્ગ પાસે ધડાકાભેર હિમસ્ખલન, વીડિયો વાયરલ

jammu kashmir Sonamarg avalanche video viral in social media

સોનમર્ગ પાસે થયેલા હિમસ્ખલનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Avalanche Video Viral: સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, ધડાકાભેર બરફનો પહાડ પર કંઈક મોટી હલચલ થઈ રહી છે અને તેને કારણે ધુમાડા જેવા બરફનાં વાદળો છવાઈ જાય છે. આ વીડિયો જમ્મુનો છે. જ્યાં શ્રીનગર-લેહ હાઇવે પર ગુરુવારે સોનમર્ગ પાસેના વિસ્તારમાં એક મોટું હિમસ્ખલન જોવા મળ્યું છે.

ત્યાંના સ્થાનિક અધિકારીઓએ આ વીડિયોની પુષ્ટિ કરી છે અને સાથે જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અધિકારીઓએ ઘટનાની માહિતી આપતા જણાવ્યુ છે કે, આ દુર્ઘટના સોનમર્ગમાં બની રહેલી ઝોઝિલા ટનલ પાસે થયું છે. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી.

ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં ભારે બરફવર્ષાને કારણે હવામાન વિભાગે કાશ્મીરના ખીણ વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે. ત્યાં ઘણી જગ્યાએ બરફવર્ષાને કારણે હિમસ્ખલન થવાની શક્યતા છે. આ ઉપરાંત નાગરિકોને પણ આગામી 24 કલાક દરમિયાન એવાં વિસ્તારમાં ન જવાની સૂચના આપી છે.

ખીણ વિસ્તારમાં બુધવારે ન્યૂનતમ તાપમાન ગગડ્યું હતું અને તેને કારણે મોટાભાગની જગ્યાઓમાં બરફ જામી ગયો હતો. આગામી બે દિવસ માટે ગુલમર્ગ અને પહલગામ સૌથી ઠંડા વિસ્તાર હશે. છેલ્લા બે દિવસમાં કાશ્મીરના પહલગામમાં સૌથી ઓછું માઇનસ 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

શ્રીનગરના હવામાન વિભાગે જણાવ્યુ છે કે, ઉત્તર કાશ્મીરના ગુલમર્ગમાં તાપમાનનો પારો ગગડીને માઇનસ 10 ડિગ્રીએ પહોંચી ગયો છે, સામાન્ય તાપમાન કરતાં 3.3 ડિગ્રી આસપાસ પારો ગગડ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી થઈ રહેલી બરફવર્ષા બાદ કાશ્મીરમાં વાતાવરણ ચોખ્ખુ થઈ ગયું હતું. જેમાં સવારમાં તાપમાન નોર્મલ રહે છે અને રાત્રે ઠંડુગાર બની જાય છે.