November 21, 2024

જામનગરમાં એડવોકેટની હત્યાનો મામલો, વધુ બે આરોપી ઝડપાયા

jamnagar advocate murder two more accused arrested

બે આરોપીની તસવીર

સંજય વાઘેલા, જામનગરઃ શહેરના એડવોકેટની હત્યાના પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા દ્વારા સીટની રચના કર્યા બાદ વધુ બે આરોપીઓને ઝડપી લેવાયા છે. આ પ્રકરણમાં કુલ ધરપકડનો આંક 10નો થયો છે. જામનગરના બેડી વિસ્તારમાં ગત 13મી તારીખે એડવોકેટ હારૂનભાઈ પલેજાની હત્યા કરવામાં આવી હતી.

મૃતકના ભત્રીજા નુરમામદ પલેજાએ સાયચા ગેંગના 15 શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા ખાસ ટુકડીઓ રચી હતી. ત્યારપછી સાયચા ગેંગના બશીર, ઈમરાન, સિકંદર, રમઝાન તેમજ દિલાવર કકલ, સુલેમાન કકલ અને કાયદાથી સંઘર્ષિત બે કિશોર સહિત આઠ આરોપીઓએ પકડી પાડ્યા હતા અને તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ પાટણની લોકસભા બેઠકનું A to Z, જાણો કેટલો વિકાસ થયો

તે પ્રકરણમાં એસપી દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા આજે વધુ બે આરોપીઓ ગુલામ જુસબ સાયચા અને એજાજ ઉંમર સાયચાની ધરપકડ કરી લેવામાં આવી છે અને બંનેને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણમાં કુલ ધરપકડનો આંક 10નો થયો છે. હજુ પાંચ આરોપીઓની શોધખોળ ચાલુ છે.